Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનું એનસીપીને સમર્થન, શિવસેનાને ઝટકો

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે શરદ પવારની પાર્ટી એનસીપીને સમર્થન આપ્યું છે. ભાજપના સમર્થનથી વિપક્ષની એકતામાં મોટી તિરાડ પડી છે. ભાજપના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ સીએમ નારાયણ રાણેએ રાયગઢ-રત્નાગીરિ બેઠક પર એનસીપી ઉમેદવાર અનિકેત તટકરેને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર રાજીવ સબાલે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે નારાયણ રાણેને પોતાની પસંદગીના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવા જણાવ્યુ હતું. પરંતુ એમ કરવાના બદલે તેમણે એનસીપીને સમર્થન જાહેર કર્યું છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની ગઠબંધનની સરકાર છે. ત્યારે ભાજપે એનસીપીને સમર્થન આપતા શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે.
અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પાલઘરમાં એક જનસભાને સંબોધિત કરતા શિવસેના પર કટાક્ષ કર્યો હતો. દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે, શિવસેનાને ખબર નથી કે તે કોને સમર્થન કરી રહી છે. તેમણે શિવસેનાની કાર્યશૈલી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

Related posts

Pakistan supports terrorist groups for insignificant political gains : India in UNSC

aapnugujarat

AIMIM opens account in Bihar by-poll

aapnugujarat

ત્રિપલ તલાક : વટહુકમને રાષ્ટ્રપતિએ મંજુરી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1