Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપલ તલાક : વટહુકમને રાષ્ટ્રપતિએ મંજુરી આપી

ત્રિપલ તલાક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજુરી મળી ગઇ હતી. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની પાસે હવે આ બિલને પસાર કરવા માટે છ મહિનાનો સમય રહેશે. આ વટહુકમ હવે છ મહિના સુધી અમલી રહેનાર છે. ઉલ્લેખનીય છે કે બંધારણમાં વટહુકમનો રસ્તો દર્શાવવામાં આવ્યો છે. કોઇ બિલને અમલી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. બંધારણની કલમ ૧૨૩ હેઠળ જ્યારે સંસદ સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારની રજૂઆત પર રાષ્ટ્રપતિ કોઇ વટહુકમ જારી કરી શકે છે. આગામી સત્રની સમાપ્તિના બાદ છ સપ્તાહ સુધી તે જારી રહી શકે છે. જે બિલ પર વટહુકમ લાવવામાં આવે છે તે બિલને આગામી સત્રમાં પસાર કરવાની જરૂર હોય છે. આવુ ન થવાની સ્થિતીમાં રાષ્ટ્રપતિ આને બીજી વખત પણ જારી કરી શકે છે. કેન્દ્રની મોદી સરકારે ગઇકાલે બુધવારના દિવસે આખરે ત્રિપલ તલાક સાથે સંબંધિત વટહુકમને લીલીઝંડી આપી દીધી હતી. સરકારને હવે શિયાળુ સત્રમાં જ આ બિલને પસાર કરવાનુ રહેશે. લોકસભામાં આ બિલ પસાર થયા બાદ આ બિલ રાજ્યસભામાં અટવાઇ ગયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ૧૦મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે રાજ્યસભામાં સર્વસંમતિ ન સધાવવાના લીધે મોનસુન સત્રના છેલ્લા દિવસે ત્રિપલ તલાક બિલ ટળી ગયું હતું. રાજ્યસભામાં સહમતિ નહીં રહેતા નિષ્ફળતા હાથ લાગી હતી. આ બિલ મડાગાંઠના કારણે રજૂ થઇ શક્યુ ંન હતું. આ પહેલા ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ખુબ જ સંવેદનશીલ અને જટિલ ત્રિપલ તલાકના મુદ્દા પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પીઠે ૩-૨ની બહુમતિ સાથે આ ચુકાદો આપ્યો હતો. ૩-૨ની બહુમતિથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ૧૧મી મે ૨૦૧૭ના દિવસે આ મામલામાં બંધારણીય બેંચમાં સુનાવણી શરૂ થઇ હતી. સુનાવણી સતત છ દિવસ સુધી ચાલી હતી. આ ગાળા દરમિયાન બંને પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટ તરફથી પણ ખુબ જ રોચક ટિપ્પણી કરવામાં આવી હતી. કુરાન, શરિયત અને ઇસ્લામિક કાયદાના ઇતિહાસ ઉપર જોરદાર ચર્ચા થઇ હતી. બંધારણની કલમો પણ જોરદારરીતે રજૂ કરવામાં આવી હતી. છ દિવસ સુધી સુનાવણી બાદ ૧૮મી મે ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ ૨૨મી મે ૨૦૧૭ના દિવસે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં એક નવી એફિડેવિટ દાખલ કરી હતી. સંસદના બંને ગૃહોમાં ત્રિપલ તલાક બિલને પસાર કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ સરકારે હવે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં અટવાઇ પડ્યું હતું. ડ્રાફ્ટ લોમાં કેટલીક જોગવાઈને લઇને વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. બિનજામીનપાત્ર કાયદા હેઠળ જામીન પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા મંજુર કરી શકાશે નહીં. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ત્રિપલ તલાકને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. રાજયસભામાં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારની પાસે બહુમતિ નથી. કેટલાક સુધારા પણ કેન્દ્રિય કેબિનેટ દ્વારા કરવામાં આવ્યા છે. સુચિત કાયદામા ફેરફાર કરવામાં આવ્યા છે જે પૈકી કાનુન બિનજામીનપાત્ર રહેશે પરંતુઆરોપી જામીન મેળવી લેવા માટે સુનાવણી પહેલા પણ મેજિસ્ટ્રેટ પાસે જઇ શકે છે. આ અપરાધ તરીકે છે તેમાં પોલીસ સીધીરીતે ધરપકડ કરી શકે છે. જ્યારે મહિલા પોતે ફરિયાદ કરશે. આની સાથે જ લગ્નના સંબંધવાળા સભ્યોની પાસે પણ કેસ દાખલ કરવાનો અધિકાર રહેશે. પડોશી અથવા તો અન્ય કોઇ વણઓળખાયેલી વ્યક્તિ કેસ દાખલ કરાવી શકશે નહીં આ બિલ મહિલાઓના સશક્તિકરણ માટે છે. કાયદામાં સમાધાનના વિકલ્પ તરીકે રાખવામાં આવ્યા છે. પત્નીની પહેલ પર સમાધાન થઇ શકે છે પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય શરતો સાથે આ સમાધાન થઇ શકશે. કાયદા હેઠળ મેજિસ્ટ્રેટ આમા જામીન આપી શકે છે પરંતુ પત્નીનો પક્ષ સાંભળ્યા બાદ જ જામીન આપી શકાશે. આ પતિ અને પત્નિ વચ્ચે અંગત મામલો છે. પત્નિએ રજૂઆત કરી છે જેથી તેની દલીલો સાંભળવાની જરૂર રહેશે. ત્રિપલ તલાકના કાયદામાં નાના બાળકોની કસ્ટડી માતાને આપવાને લઇને જોગવાઈ કરવામાં આવી છે. પત્નિ અને બાળકોના ભરણપોષણના અધિકાર મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવેલા સૂચનો પતિને પાળવા પડશે

Related posts

હવે જે તારીખે કર્મચારી નિવૃત થાય છે, તે દિવસથી ગ્રેચ્યુટીની થશે ગણતરી

editor

કર્ણાટકમાંથી કોંગી કલ્ચરનો અંત લાવવાનો સમય આવ્યો : ચૂંટણી પ્રચારનું મોદીએ રણશિંગુ ફુંક્યું

aapnugujarat

વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે બાઇડને વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું

editor

Leave a Comment

UA-96247877-1