Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાંથી કોંગી કલ્ચરનો અંત લાવવાનો સમય આવ્યો : ચૂંટણી પ્રચારનું મોદીએ રણશિંગુ ફુંક્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. પ્રદેશમાં સત્તારુઢ કોંગ્રેસ સરકારની ખામીઓને રજૂ કરતા વડાપ્રધાને આ ગાળા દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકના હિતમાં નિર્ણય લેવાનો સમય હવે આવી ગયો છે. અમને રાજ્યમાંથી કોંગ્રેસના કલ્ચરને ખતમ કરવાનો સમય લાવવો છે. આ ગાળા દરમિયાન મોદીએ પોતાના ખાસ અંદાજમાં એક નવી શબ્દાવલી ટોપનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિકાસની કામગીરી આડે અડચણરુપ બની રહ્યા છે. રાજ્યમાં ૧૦ ટકા સરકાર છે અને અહીં ઇઝ ઓફ મર્ડરની ચર્ચા થતી રહે છે. બેંગ્લોરમાં પરિવર્તન રેલીને સંબોધતા મોદીએ કહ્યં હતું કે, આજે દરેક બાજુ કેસરિયા લહેર જોવા મળે છે. હવે કોંગ્રેસ કર્ણાટકમાં એક્ઝિટ ગેટ ઉપર છે.
કોંગ્રેસના જવાનો સમય આવી ગયો છે. ખેડૂતોના મુદ્દા અને બજેટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, એનડીએ સરકારની પ્રાથમિકતામાં ટીઓપી ટોપ છે. અહીં ટીનો મતલબ ટામેટા, ઓનો મતલબ ઓનિયન એટલે કે ડૂંગળી અને પીનો મતલબ પોટેટો એટલે કે બટાકા છે. આના મારફતે ખેડૂતોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ફળફળાદી અને શાકભાજીનો કારોબાર કરતા ખેડૂતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકમાં સાત લાખ ઘરમાં અંધારપટની સ્થિતિ છે. બેંગ્લોરમાં એક દિવસ વિજળી ન આવે તો હાહાકાર મચી જાય છે. કર્ણાટકમાં સાત લાખ અને દેશમાં ચાર કરોડ લોકો એવા છે જ્યાં અંધારપટની સ્થિતિ છે. આ ઘરમાં અંધારપટની સ્થિતિને દૂર કરવા માટે તમામ પ્રયાસો ચાલું છે. મધ્યમ વર્ગના હિત માટે કામ કરવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં આજ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. યેદીયુરપ્પાને ખેડૂત પુત્ર તરીકે ગણાવીને મોદીએ ભાજપને જીત અપાવવા માટે અપીલ કરી હતી. કેન્દ્ર તરફથી કર્ણાટકને બે લાખ કરોડ મળ્યા છે જેનો લાભ કર્ણાટકને મળ્યો નથી.

Related posts

કાર્યકર્તાઓની ફોજ ઉતરશે ત્યારે કોંગ્રેસને તારા દેખાશે : અમિત શાહ

aapnugujarat

મહારાષ્ટ્રમાં છેલ્લાં ૨૪ કલાકમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી

aapnugujarat

११ जून को गुरु गोविंदसिंह की जन्मजंयती पर प्रकाश पर्व मनाया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1