Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિરનાં પરિસરમાં ફોટોગ્રાફરો ધરણા પર બેઠા

આજે સોમનાથ મંદિરની બહાર ૧૨૦ જેટલા ફોટોગ્રાફરો ધરણા પર બેઠા હતાં. અવારનવાર સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર દ્વારા તેમને કનડગત કરવામાં આવતી હોવાની વાત પ્રકાશમાં આવી છે. ગઇકાલે કોઇ ફોટોગ્રાફર પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો તેમના સમર્થનમાં આજે ફોટોગ્રાફરોએ મંદિરના સાંનિધ્યમાં ન્યાયની અપેક્ષા સાથે ધરણા પર બેઠા છે. ફોટોગ્રાફરોની માંગ છેકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમને કોઇ આઇકાર્ડ આપવામાં નથી આવતું, વીઆઇપીઓ આવે છે ત્યારે ફોટોગ્રાફી બંધ કરાવવામાં આવે છે, અવારનવાર કનડગત કરવામાં આવે છે આવી અનેક સમસ્યાઓથી ફોટોગ્રાફર પીડાઇ રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રોડનું કામ અટકાવાયું

editor

તા.૦૩/૦૯/૨૦૧૭ના રોજ રાજકોટ પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

રાજકોટની સેન્ટ મેરીઝ સ્કૂલમાં રાખડી બાંધીને આવવાની મનાઈ ફરમાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1