Aapnu Gujarat
Uncategorized

જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રોડનું કામ અટકાવાયું

રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે વધુ વરસાદને કારણે રસ્તા ધોવાઈ ગયા છે જેને રિપેર કરવાનું કામ ચાલુ છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આજ સવારે રોડ ખરાબ હોવાથી તેને રિપેર કરવાનું કામ ચાલુ કરવામાં આવતાં સ્થાનિલ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આવ્યું કે, અહીંયા પહેલાથી જ ત્રણ રોડ બની ગયેલાં છે અને અત્યારે આ રોડ કોઈ પ્રકારની સફાઇ કર્યા વગર બનાવે તો રોડની ઉંચાઈ વધી જાય અને ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અમારી દુકાનોમાં ઘુસી જાય એમ છે, તેથી સ્થાનિકો દ્વારા રોડ ખોદીને બનાવે એટલાં માટે કામને અટકાવી દેવામાં આવ્યું છે જ્યારે એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું કે કણકિયા પ્લોટનો આ રોડ વધુ બસ સ્ટેન્ડની પાછળ હોવાથી ગામડાંના લોકોની ખૂબ અવર જવર થાય છે અને વધુ ખરાબ થયેલ હોવાથી તેને રિપેર કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું હતુ પરંતુ સ્થાનિકો દ્વારા અહીંયા સી.સી. રોડ બનાવવાનું કહેતાં કામ અટકાવી દેવામાં આવ્યું છે.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ પ્રોજેકટ  નવા વર્ષની ભેટ 

aapnugujarat

અમિતાભ વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત હશે : અહેવાલ

aapnugujarat

मोरबी : हार्दिक पटेल ने किशोर चिखलिया को भेजा नोटिस

editor

Leave a Comment

UA-96247877-1