Aapnu Gujarat
શિક્ષણ

નાની કુકડી પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠાના પોશીનાની નાની કુકડી પ્રાથમિક શાળા ખાતે ૨૬/૧૧/૨૦૧૯ ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંધારણને ૨૦૧૯માં ૭૦ વર્ષ પૂરા થયેલ છે પ્રતિ વર્ષે ૨૬ નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત નાનીકુકડી શાળા ખાતે બંધારણની પ્રસ્તાવના/ આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય શંકુતલા. જે ભગોરાએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો સહિત નાગરિકોની ફરજો વિશે માહિતી આપી હતી તેમજ દેલવાડા (છો)સી.આર.સી.કો-ઓર્ડીનેટર દિનેશ નાયી (દીપ) દ્વારા બંધારણ વિશે બાળકોને સમજ પૂરી પાડી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

कुबेरनगर की म्युनिसिपल स्कुल में तालाबंदी करने के मुद्दे पर अभिभावकों को उत्तेजित करने पर कार्रवाई की तैयारी

aapnugujarat

કાંકરેજ તાલુકાનાં પાદરડી ગામની શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગાંધી જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

પી.એચ.ડી. પ્રવેશ માટે ૬ ઓક્ટો. સુધી રજિસ્ટ્રેશન ચાલુ

editor

Leave a Comment

UA-96247877-1