Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઇ

વ્હેલ શાર્ક બચાવ જનજાગૃતિ રેલીમાં વિધાર્થીઓ જોડાયા વેરાવળ ખાતે કલેકટરઅજયપ્રકાશના અધ્યક્ષસ્થાને વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્હેલ શાર્ક બચાવ જન જાગૃતિ માટે આયોજીત રેલીમાં વિધાર્થીઓ જોડાયા હતા. રેલીના માધ્યમથી વ્હેલ શાર્કના રક્ષણ માટે લોકોને સંદેશ આપ્યો હતો. તેમજ વ્હેલ શાર્ક રક્ષણ માટે જુદા-જુદા માહિતીલક્ષી સ્ટોલ ઉભા કરવામાં આવ્યો હતા. જે સ્ટોલની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. તેમજ વ્હેલ શાર્કની વિશાળ પ્રતિકૃતિ મુકવામાં આવી હતી. અને રેતીથી પણ વ્હેલ શાર્ક બનાવવામાં આવી હતી. દાલમીયા સ્કુલના વિધાર્થીઓએ વ્હેલ શાર્કના બચાવ અંગે નાટક રજુ કર્યું હતું આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ૧૦૦થી વધારે વ્હેલ શાર્ક જોવા મળે છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. માછીમારોના સહકારથી વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ કાર્યમાં સફળતા મળી છે. જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે કહ્યું કે, માછીમારોએ તેમની આવકની ચિંતા કર્યા વગર વ્હેલ શાર્ક બચાવ કાર્યમા સહભાગી થયા છે. દરિયામાં જાળમાં વ્હેલ શાર્ક ફસાઈ જાય છે ત્યારે પણ માછીમારો તેનું રેસ્ક્યુ કરી મુક્ત કરે છે. નાયબ વન સંરક્ષક ધીરજ મીતલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્રારા વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે કાર્ય કરવામાં આવે છે. દરિયામાં માછીમારોના જાળમાં જ્યારે વ્હેલ શાર્ક ફસાઈ છે ત્યારે તેને મુક્ત કરી માછીમારોને જાળના નુકશાન બદલ રૂા.૨૫ હજારની આર્થિક સહાય કરવામાં આવે છે. અને આ સહાય રકમ વધારવા માટે સરકારમાં ગતીવિધી ચાલી રહી છે. આ પ્રસંગે ડબલ્યુ.ટી.આઈના ફારૂકભાઈ, પ્રકૃતિ નેચર કલબના દિનેશ ગૌસ્વામી, અગ્રણીતુલસીભાઈ ગોહેલ તેમજ ફોરેસ્ટ વિભાગના નિવૃત કર્મચારી પી.એચ.બાબરીયાએ વ્હેલ શાર્ક અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે કાચબા સંરક્ષક મેરામણભાઈ, સાપ સંરક્ષક રાજુભાઈ તેમજ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા માછીમાર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ ખોરાબા, ધનજીભાઈ વૈશ્ય, હરિલાલભાઈ સોલંકી અને ગોવિંદભાઈ વણિક સહિતનાનું મહાનુભાવોએ વ્હેલ શાર્કનું સ્મુતિ ચિન્હ આપી સન્માન કર્યું હતું.
આ તકે વેરાવળ કોસ્ટ ગાર્ડના કમાન્ડર ભટ્ટ, નાયબ કલેકટર નિતીન સાંગવાન, જુદી-જુદી કંપનીના પ્રતીનીધિ પંકજભાઈ, અનિલસિંહ અને વનવિભાગના કર્મચારીઓ તેમજ મોટીસંખ્યામાં વિધાર્થીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન મણીબેન કોટક હાઈસ્કુલના આચાર્યજોષી અને આભારવિધી બી.કે.ખટાણાએ કરી હતી.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

કાંકરિયા મિની ટ્રેનનાં પાટા બદલવા કરોડોનો ખર્ચ થશે

editor

ભાયાવદર શહેરમાં ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા

editor

ડીસા પાલનપુર હાઇવે ઉપર ઇકો ગાડીમાં બની આગની ઘટના

editor

Leave a Comment

UA-96247877-1