Aapnu Gujarat
ગુજરાત

બોડેલીમાં વેપારી પુત્રના અપહરણ કેસનો વધુ એક આરોપી ઝડપાયો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના વેપારી પુત્રનું તેના મિત્ર દ્વારા જ કરાયેલ અપહરણ બાદ ખંડણી માંગવાના બનાવમાં વધુ એક આરોપી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુ ભદ્રસિંહ રાજપુતની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાના છ દિવસ બાદ વધુ એક અપહરણકાર પકડાતા ઝડપાયેલા શખ્સોનો આંકડો ચાર થવા પામ્યો છે. મૂળ સંખેડાના વાસણા ગામનો રહેવાસી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુ ભદ્રસિંહ રાજપુત ઘટના બાદ સતત નાસતો ફરતો હતો. અગાઉ ઝડપાયેલા ત્રણની પૂછપરછ બાદ તેને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. ગત તારીખ ૧૪મીના રોજ મોડી સાંજ બાદ બનેલા અપહરણના આ બનાવમાં પોલીસે સૌ પ્રથમ મુખ્ય સૂત્રધાર રવિ આહીરને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે તેની સાથે અન્ય બીજા મિત્રો નાં નામ પણ ખોલ્યા હતાં જેના આધારે પોલીસે વિશ્વરાજસિંહને પણ પકડી પાડ્યો છે. સમગ્ર બનાવમાં આ તમામ આરોપીઓનો રોલ શું હતો ? ત્રણ આરોપીઓની પૂછપરછ બાદ ચોથા આરોપી વિશ્વરાજસિંહનીધરપકડ કરવામાં આવતા સમગ્ર મામલામાં વધુ સ્પષ્ટતા થશે એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

(તસવીર / હેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

જીમિંગ કરતા લોકો માટે ખુશખબર, વાંચો સમગ્ર માહિતી

editor

विपुल चौधरी को झटका, गुजरात हाईकोर्ट ने जमानत देने से किया इनकार

editor

નર્મદા મહોત્સવ સમાપન વડાપ્રધાન સહિત પ્રતિભાવંત ગુજરાતીઓની હાજરીમાં ધામધૂમથી સંપન્ન કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1