Aapnu Gujarat
ટેકનોલોજી

પેટીમ યુઝર્સ સાવધાન…!!

ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહ કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમએ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યૂઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યૂઝરને મોટો ચૂનો લાગી શકે છે.
પેટીએમના માલિક વિજય શેખરએ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પરથી ટિ્‌વટ કરી કહ્યું છે કે કેવાયસી અને એકાઉન્ટ બ્લોકને લઇને આગામી ફ્રોડ મેસેજીસ અને કોલ્સથી સતર્ક રહો. આ ફ્રોડ મેસેજીસ દ્વારા કેવાયસી અપડેટ કરવાનો હવાલો આપતાં યૂઝરના ફોનમાં એપ ડાઉનલોડ કરાવી રહ્યા છે. એવામાં કોમ્યુનિકેશનથી સાવધાન રહો.
ટિ્‌વટમાં આગળ કહ્યું કે પેટીએમ કેવાયસી માટે કોઇ પ્રકારના મેસેજ મોકલતું નથી કોઇ એપ ડાઉનલોડ કરવા માટે કહે છે. આ તે ફ્રોડ લોકો છે જે તમારી ડિટેલ્સ લઇને તમારા એકાઉન્ટમાંથી પૈસા ચોરવા માંગે છે.

Related posts

આવા ગૃપોથી રહો કાયમ માટે દૂર, નહીં તો વોટ્સએપ તમને કરી દેશે બ્લોક

aapnugujarat

टिक-टॉक ने बैन को लेकर ट्रंप प्रशासन पर किया केस

editor

નવો આઇટી કાયદો સોશિયલ મિડિયાના ખોટા ઉપયોગને રોકવા માટે છે ઃ પ્રસાદ

editor

Leave a Comment

UA-96247877-1