Aapnu Gujarat
ગુજરાત

થરાદ દિયોદર મેટ્રો બસ દિયોદર જુના બસ સ્ટેન્ડ ન આવતાં મુસાફરો પરેશાન

પાલનપુર વિભાગીય થરાદ એસટી ડેપો દ્વારા થરાદ થી દિયોદર એક વર્ષ અગાઉ મિની મેટ્રો બસ શરૂ કરવામાં આવી હતી ત્યારે મુસાફરોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું, એ સમયે દિવસમાં ચાર વખત થરાદ દિયોદર અવરજવર કરતી આ મેટ્રો બસ છેલ્લાં ૧૫ દિવસથી દિયોદર જુના બસ સ્ટેન્ડ બજારમાં ન આવતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતાં હોય છે.બનાસકાંઠા જિલ્લા વિભાગીય એસ.ટી અધિકારી દ્વારા સત્વરે આ બસ દિયોદર બજારમાંથી પુનઃ શરૂ કરવામાં આવે તેમ મુસાફરો ઈચ્છી રહ્યા છે. મુસાફરોને નાછૂટકે એનકેન પ્રકારે દિયોદર એસટી ડેપો જવું પડતું હોય છે.
(અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

તાપી જિલ્લાના વાલોડ ખાતે રૂા. ૬૪૪.૫૨ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરાયું

aapnugujarat

પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં રજૂ નહીં કરાય : રૂપાણી

aapnugujarat

સ્કુલ ફી નિયમન મુદ્દે ચુકાદો : કાયદા પર સ્ટેનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1