Aapnu Gujarat
ગુજરાત

પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં રજૂ નહીં કરાય : રૂપાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વિવાદાસ્પદ પદ્માવતી ફિલ્મને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેરાત કરતા કહ્યું હતું કે, આ ગુજરાતમાં પણ આ ફિલ્મ રજૂ થશે નહીં. ચારેબાજુ વિવાદ વચ્ચે આ નિર્ણય કરાયો છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં રૂપાણીએ આ વાત કરીને નવી ચર્ચા જગાવી છે. દેશભરમાં રિલીઝ અગાઉ ભારે વિવાદના વમળમાં ફસાયેલી ફિલ્મ પદ્માવતી મામલે ગુજરાતમાં પણ તેના પડઘા પડવા પામ્યા હતા.આજે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ કરવામા નહીં આવે એવી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામા આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,થોડા દિવસ પહેલા જ ફિલ્મ નિર્માણ કંપની દ્વારા સ્વેચ્છાએ આ ફિલ્મની રિલીઝની તારીખ પાછી ખેંચી હતી.દરમિયાન આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદમાં આ મામલે જાહેરાત કરતા કહ્યુ કે,ગુજરાતમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય.તેમણે કહ્યુ કે,આ ફિલ્મથી લોકોની લાગણી દુભાઈ છે.ફિલ્મ અંગેનો વિવાદ પૂરો થયા બાદ આ અંગે વિચારણા કરવામા આવશે.કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની છે વિવાદોથી વાતાવરણ બગડે નહી,ખાસ કરીને ચૂંટણી નજીક છે એને માટે કાયદો વ્યવસ્થા જળવાય એ જરૂરી છે.આથી આ નિર્ણય લેવામા આવ્યો છે.તેમણે વધુમા કહ્યુ કે,સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ સહિત ઘણા લોકોની લાગણી દુભાઈ છે.ધાર્મિક અને વ્યકિતગત ભાવનાઓને ઠેસ પહોંચી છે.ફિલ્મને લગતા આ વિવાદો પૂરા ન થાય ત્યાં સુધી ફિલ્મ પદ્માવતી ગુજરાતમા દેખાડવામા નહીં આવે.ગૃહમંત્રાલયમાં આ અંગેની કાર્યવાહી આજથી શરૂ થઈ છે.મેં આ ફિલ્મ નથી જોઈ,જોવાની જરૂર પણ નથી.જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને ફિલ્મ બતાવે.જેમની લાગણી ઘવાઈ છે તેમનુ સમાધાન થાય એ પછી ફિલ્મની રિલીઝ અંગે વિચારણા થશે.લોકોની ભાવનાઓને ધ્યાનમા રાખીને આ નિર્ણય કરવામા આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,આ ફિલ્મ પ્રત્યેનો રોષ રાજસ્થાનથી ગુજરાતમાં પણ પહોંચ્યો હતો.રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગરમાં આ ફિલ્મના વિરોધમાં મહાસંમેલનમાં મોટાપ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા.આ સાથે જ સુરતમાં પણ રાજપૂતો ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અને બજરંગદળ દ્વારા પણ ફિલ્મના વિરોધમાં રેલી કાઢવામા આવી હતી. ફિલ્મ પદ્માવતી પહેલી ડિસેમ્બરના દિવસે રજૂ થનાર હતી પરંતુ ફિલ્મની રજૂઆતને હાલપુરતી ટાળી દેવામાં આવી છે. સંજય લીલા ભણશાલીએ ચાહકોને અપીલ કરી છે કે, પહેલા ફિલ્મ નિહાળવામાં આવે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. રાજસ્થાનના રાજપૂત સમાજના સંગઠન કર્ણી સેનાએ ફિલ્મની સામે મોરચો ખોલી દીધો છે. કર્ણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ ફિલ્મના સ્ટારકાસ્ટ અને ડિરેક્ટરને ધમકી પણ આપી છે.

Related posts

દાહોદના ધાનપુરમાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો સામસામે આવી ગયાં

aapnugujarat

પાટડીના જૈનાબાદમાં ગ્રામ્યજનો અને મહિલાઓ પીવાના પાણી માટે વલખા

aapnugujarat

સોમનાથ મંદિર શરુ કરી નવી સેવા,ઘરે બેઠા મેળવી શકશે પ્રસાદ

editor

Leave a Comment

UA-96247877-1