Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં માર્ગો અંગેની ફરિયાદ પર ધ્યાન અપાશે

અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ૪૪ ઈંચ જેટલા ભારે વરસાદને પગલે શહેરના તુટેલા ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કરવામા આવેલી પી.આઈ.એલ.બાદ હાઈકોર્ટ દ્વારા આપવામા આવેલા ઓરલ ઓર્ડરના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓને તેમની હાલની કામગીરી ઉપરાંત રીડ્રેસેલ સેલમાં આવતી ઝોન વાઈઝ રોડ અંગેની ફરીયાદોનું મોનીટરીંગ કરવાથી લઈને કામગીરી પુરી કરવા સુધીની વધારાની કામગીરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સોંપવામા આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમા આ વર્ષે જુલાઈ માસમા પડેલા ૩૪ ઈંચ વરસાદ અને ત્યારબાદ મોસમના કુલ પડેલા ૪૪ ઈંચ વરસાદને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.જ્યાં આ મામલે મ્યુનિસિપલ બોર્ડમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને મેયર ગૌતમ શાહને વિજિલન્સ તપાસ સોંપવાના આદેશ કરવાની ફરજ પડી હતી ત્યાં બીજી તરફ આ સાથે જ નામદાર હાઈકોર્ટમાં આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન વિરૂધ્ધ જાહેરહીતની અરજી કરવામા આવતા મ્યુનિસિપલ કમિશનરને આ મામલે ૯ નવેમ્બરના રોજ હાઈકોર્ટ દ્વારા ઓરલ ઓર્ડર દ્વારા અમદાવાદ શહેરમા રોડ મામલે ઝોન વાઈઝ સુપરવિઝન માટે જરૂરી માળખુ ગોઠવવા જણાવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધીત ઝોનના રોડ અંગેની ફરીયાદોના યોગ્ય મોનીટરીંગ તેમજ કાર્યવાહી થવા અંગે જરૂરી કાર્યવાહી કરવા મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને તેમને સોંપવામા આવેલી હાલની ફરજ ઉપરાંત વધારાની કામગીરી કરવાના ઓર્ડર કરવામા આવ્યા છે.આ અધિકારીઓએ ઝોન વાઈઝ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન લેવામા આવતી ફરીયાદોમાં રોડ મામલે આવતી ફરીયાદોનુ મોનીટરીંગ કરવાથી લઈને કામગીરી પુરી થયા બાદ આ અંગેનો રિપોર્ટ ઈન્ચાર્જ સીટી ઈજનેર તથા રોડ ખાતાના એડીશનલ સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હિતેશ કોન્ટ્રાકટર સાથે સંકલન કરી મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ મોકલી આપવાનો રહેશે.જે અધિકારીઓને આ વધારાની કામગીરી સોંપવામા આવી છે એમાં ઈન્ચાર્જ સીટી ઈજનેર અને એડીશનલ સીટી ઈજનેર,રોડ હિતેશ કોન્ટ્રાકટર,પરાગ શાહ,આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, દક્ષિણઝોન,વિશાલ ખનામા,આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, નવા પશ્ચિમ ઝોન, રમ્યકુમાર ભટ્ટ, આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, ઉત્તરઝોન,તેજસ ભંડારી, આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, પશ્ચિમ ઝોન,સૌરભ પટેલ, આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, મધ્ય ઝોન તેમજ પૂર્વ ઝોનને આ કામગીરી સોંપવામાં આવી છે. સ્થિતીને સામાન્ય બનાવવામાં આવી રહી છે.

Related posts

રાજ્યનાં સૌથી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં પોલીસ સફળ

aapnugujarat

संजीव भट्ट मामले पर बोली पत्नी श्वेता- कोर्ट ने राजनैतिक दबाव में दिया फैसला

aapnugujarat

ચોરેલી બાઈકનો ઉપયોગ ચેઈન સ્નેચિંગમાં કરતા બે ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1