Aapnu Gujarat
ગુજરાત

રાજ્યનાં સૌથી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં પોલીસ સફળ

ગુજરાત પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાય સમયથી નાસતો-ફરતો બુટલેગર આખરે ઝડપાઈ ગયો છે, જેના નામે અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦૦ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કેટલાએ સમયથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે રાજ્યના સૌથી મોટા બુટલેગરની અટકાયત કરી લીધી છે.ચિરાગ અને સુનિલ દરજી નામના બંને આરોપીઓને રાજસ્થાનના ખેરવાડાના રહેવાસી છે. બંને આરોપી પર અમદાવાદમાં ૨૫થી વધુ નોંધાયેલા છે, જ્યારે રાજ્યમાં તેમના નામે ૧૦૦ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. એટલું જ નહીં આ આરોપીઓ રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ વોન્ટેડ છે.  આ આરોપી નાના વેપારીમાંથી બન્યો હતો મોટો દારૂનો વેપારી. તે હરિયાણા-પંજાબથી દારૂ મંગાવતો અને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી હેરાપેરી કરતો હતો.
બિછવાડામાં ટ્રકો રોકી ગેરકાયદે માલની હેરાફેરી કરતો હતો. બિછવાડાથી દારૂની કટિંગ કરી ગુજરાતમાં સપ્લાય કરતો હતો. આ રીતે તે ૨ વર્ષમાં દારૂના વેપારી તરીકે બની બેઠો બાદશાહ. ડુંગરપુર પોલીસ પણ છેલ્લા કેટલાય સમયથી તેને શોધી રહી હતી. આ આરોપીઓને પોલીસની પણ બીક ન હતી. ડુંગરપુરથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.

Related posts

सीजी रोड पर अंधाधुंध पार्क किए वाहनों विरूद्ध कार्यवाही

aapnugujarat

ગાંધીનગર ખાતે ૧૬થી ૧૯ દરમ્યાન વિશ્વનું વિશાળ સીરામીક્સ પ્રદર્શન

aapnugujarat

બેટી બચાવો-બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1