Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પટેલોને અનામતની ખાતરી તો મુસ્લિમોને કેમ નહીં : ઓવૈસી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ વિરોધીઓએ ટાર્ગેટ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસાસુદ્દીન ઓવૈસીએ અલગ મોરચો ખોલીને હવે મુસ્લિમ અનામતની માંગ કરી દીધી છે. ઓવૈસીએ ટિ્‌વટર પર કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી પાટીદારોને અનામત આપવા માટે તૈયાર થઇ ગઇ છે પરંતુ મુસ્લિમોને અનામત આપવા તૈયાર નથી જે ખરેખર સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત છે. એટલું જ નહીં મુસ્લિમો માટે સ્ટોકહોમ સિંડ્રોમવાળી સ્થિતિની વાત પણ કરી છે. હાર્દિકની પત્રકાર પરિષદ બાદ ઓવૈસીએ કહ્યું હુતં કે, હાર્દિક પટેલે કહ્યું છે કે, કોંગ્રેસ પાટીદારોને અનામત આપવા માટે સહમત થઇ ગઇ છે પરંતુ મુસ્લિમોને નહીં જે સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત છે. આ બાબતના પુરતા પુરાવા છે કે, મુસ્લિમ રાજકીયરીતે કમજોર છે અને નબળા લોકોને શાંત રહેવા માટે કહેવામાં આવે છે. મુસ્લિમો માટે અહીં એક સ્ટોકહોમ સિંડ્રોમની વાત પણ કરી હતી. ઓવૈસીનું કહેવું છે કે, હંમેશા મુસ્લિમો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. છેતરપિંડી છતાં મુસ્લિમો હંમેશા સેક્યુલર પક્ષોની જ પસંદગી કરે છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો અમારી તમામ માંગોને પૂર્ણ કરવાના પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે અમારી પટેલ અનામતની માંગને સ્વીકારી લીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં તેની લડાઈ ભાજપ સાથે છે જેથી કોંગ્રેસને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષરીતે સાથ આપશે. હાર્દિક પટેલના નિવેદન બાદ હવે ઓવૈસી પણ આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ અને હાર્દિક એક મંચ ઉપર આવતા ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપીને કોંગ્રેસની મુશ્કેલી વધારી છે.

Related posts

અમરનાથ હુમલાનો માસ્ટરમાઈન્ડ અબુ ઇસ્માઇલ ઠાર મરાયો

aapnugujarat

મમતાએ ભાજપને ગણાવી મોટી બીમારી

editor

ઉત્તર ભારતમાં મેઘતાંડવ : સાતનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1