Aapnu Gujarat
ગુજરાત

કડીના ચાલાસણમાં પિતાએ ૮ માસની બાળકી પર એસિડ ફેંકી કરી હત્યા

મહેસાણાના કડી તાલુકાના ચાલસણા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પિતાએ જ પોતાની સગી ૮ માસની બાળકી પર એસિડ ફેંકી હત્યા કરી નાંખી હતી. પોલીસને માહિતી મળ્યાની ગણતરીના કલાકોમાં જ ગુન્હો ઉકેલી આરોપી પિતાને ઝડપી પાડ્યા હતા.
પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો કે અમારી બાળકી પર કોઇ ચારથી પાંચ લોકોએ એસિડ એટેક કર્યો છે તે બાદ ડીવાયએસપી મંજીતા વણઝારાની આગેવાનીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘર તેમજ હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ તપાસ કરી હતી અને મૃતક બાળકીને પીએમ માટે મોકલી હતી. બાળકી ઉપર જે ચાઠા જોવા મળતા હતા તેના પરથી એવું લાગતું હતું કે, બાળકી કુપોષણનો શિકાર છે. બાળકીનું મોત થયું હોવા છતાં પિતા ઘટનાસ્થળે હાજર નહતા જે પોલીસ માટે શંકા ઉપજાવે તેવું હતું. પોલીસે બાળકીની માતાનું ઇન્ટરોગેશન કરી વધુ પૂછપરછ કરતા તેના પતિ તેની પર ત્રાસ ગુજારતો હોવાનું જાણવા મળ્યું હતું. કુપોષિત બાળકી વધુ જીવી શકે તેમ નથી તેવી જાણ હોવાને કારણે એને પહેલાથી માનસિક ષડયંત્ર રાખ્યુ હતું. આરોપી પિતા વિનુનું કૌટુંબિક ભાભી સાથે પણ પ્રેમ પ્રકરણ હતું. આરોપી ઇચ્છતો હતો કે બાળકી મરી જાય અને તેના મર્ડર માટે તે આક્ષેપિત કરે તેવું ષડયંત્ર રચ્યુ હતું. નાની બાળકીને સારવાર આપવાના બદલે પિતાએ જ એસિડ ફેંક્યું હોય તેમ પેનલ ડોકટરની તપાસમાં બહાર આવ્યુ હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ઓઢવમાં મહિલા સશક્તિકરણની કરાઈ ઉજવણી

editor

ધર્મેન્દ્રસિંહ ચંપાવતનું ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયું

editor

અજવાળું પાથરતા હિંમતનગરના માનસિક દિવ્યાંગ બાળકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1