Aapnu Gujarat
ગુજરાત

ધર્મેન્દ્રસિંહ ચંપાવતનું ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયું

છેલ્લાં ૧૦ મહિનાથી કોરોના જેવી મહામારીથી વિશ્વ આખું ચિંતામાં હતું ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી ભારતમાં કોરોના વેક્સિન માટે છેલ્લાં ઘણાં સમયથી પ્રયત્નશીલ રહ્યા હતા અંતે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી ભારતમાં સૌપ્રથમવાર કોરોના વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ હેલ્થ વર્કરને કોરોના વેક્સિન આપવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ચંપાવતને સાબરકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપતા હિંમતનગરની જલારામ ધામ સોસાયટીના રહીશો દ્વારા ધર્મેન્દ્રસિંહ ચંપાવતને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ ધામ સોસાયટીના ધરમવીરસિંહ રમલાવત, નિકુલસિંહ રહેવર, મેહુલ ભાવસાર, અશોકસિંહ ચંપાવત, અશ્વિન પટેલ, શૈલેન્દ્રસિંહ રાઠોડ, બિપિન પટેલ, વિપુલ પંડ્યા અને ઘનશ્યામસિંહ રહેવર દ્વારા ધર્મેન્દ્રસિંહ ચંપાવતના નિવાસ્થાને સન્માન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

કડીના લ્હોર ગામમાં વરઘોડો કાઢવામાં દલિતોનાં બહિષ્કારની મડાગાંઠ યથાવત

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

ગાંધીનગરમાં આજથી મુખ્યમંત્રીના નિવાસ્થાને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1