Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહારો

આગામી ૩૧મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભાઇ પટેલનું સ્મારક સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે, ત્યારે હાલ રાજ્યમાં આ પ્રતિમાને લઇ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. આજે શંકરસિંહ વાધેલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા, ત્યારબાદના કોંગ્રેસના બાગી નેતાઓ પણ સરદારને લઇને ભાજપને આડે હાથ લેતા હોય છે. ત્યારે આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાનું મૌન તોડીને એક પ્રેસ કોન્ફરન્સ કરી છે.
નીતિન પટેલે સરદારને લઇને કોંગ્રેસ પર વળતા પ્રહારો કર્યો છે. તેમને કહ્યું કે, કોંગ્રેસ દ્વારા સરદારને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમની પ્રતિમાને લઇને વિવાદ કરી આ મુદ્દાને અલગ દિશામાં વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પહેલાથી સરદાર સાહેબની પ્રતિમાને લઇને રાજકીય નિવેદનો કર્યા કરે છે.
નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં ભાજપ હાલ જે કરવા જઇ રહી છે, તે કોંગ્રેસના પેટમાં પચતું નથી. કોંગ્રેસના બાગી નેતા અહેમદ પટેલ અને પરેશ ધાનાણીએ પણ સરદારને લઇને અનેક વખત વિવાદસ્પદ નિવેદન કર્યા છે. હાલ આખા દેશ સહિત વિશ્વની નજર ગુજરાત પર મંડરાઇ રહેલી છે, ત્યારે કોંગ્રેસ આનંદ વ્યક્ત કરવાને બદલે કોંગ્રેસ વિવાદસ્પદ બનાવાનું કામ કરે છે. કોંગ્રેસ વારંવાર ખોટા નિવેદનો કરી સરદાર સાહેબનું ઘોર અપમાન કરી રહી છે. શું આ છે આપણી સંસ્કૃતિપ
આ સિવાય નીતિન પટેલે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના ઝ્રસ્ હતાં ત્યારથી સરદારની વિશાળ પ્રતિમા બનાવવાની નીવ રાખી હતી અને આ તેમનું સપનું હતું. જે આગામી ૩૧મી ઓક્ટોબરે સાચું પડવા જઇ રહ્યું છે. સરદાર સાહેબે હંમેશાં દેશની એકતા અને અખંડિતતા માટે કામ કર્યું છે. તે વખતના તમામ રાજા -રજવાડાઓને એક કરવાનું કામ સરદાર સાહેબે કર્યું હતું. જેથી આજે ઈતિહાસમાં સરદાર પટેલનું કામ અને નામ નોંધપાત્ર બન્યું છે.

Related posts

હિંમતનગરમાં સ્ક્રેપની દુકાનમાં યુજીવીસીએલનું મટીરીયલ જોવા મળ્યું

aapnugujarat

૨૭ મી એ અંકલેશ્વર ખાતે નર્મદા-ભરૂચ જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાશે 

aapnugujarat

અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં ત્રિપદા ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1