Aapnu Gujarat
ગુજરાત

દિવાળી પહેલાં પોલીસતંત્રમાં થઈ શકે છે ફેરફારો

રાજયના પોલીસતંત્રમાં દિવાળી પહેલાં કે બાદમાં ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે. પોલીસતંત્રમાં જે પ્રકારે ઉભાં થયાં છે તે ધ્યાને લઇને રાજય પોલીસ તંત્રના ટોચના આઇપીએસ અફસરોને ડીજીપી અને એડીશ્નલ ડીજીપી તરીકે બઢતી આપવા ગાંધીનગર દ્વારા પમી નવેમ્બરે ડીપીસી બેઠક મળી રહી છે. દિપોત્સવી તહેવારો સમયે જ ઉચ્ચકક્ષાએ ફેરફારો કરવા માટે રાજય સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. બીજી તરફ પ મી નવેમ્બરે ચીફ સેક્રેટરી જે. એન. સિંઘ દ્વારા પોતાની ચેમ્બરમાં બોલાવેલી ડીપીસીમાં ડીજીપી, એ.સી.એસ. હોમ અને સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. જેમાં મોટા નિર્ણયો લેવાય તેવી સંભાવના છે. ગુજરાતમાં રાકેશ અસ્થાના પરત આવ્યા તો ઘણા મોટા ફેરફારો થઈ શકે છે. ગુજરાતના પોલીસતંત્રમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોટા ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે.ગુજરાતમાં અમદાવાદના સીપીનું પદ એ ઘણું જ અગત્યનું છે. હાલના સીપી એ. કે. સિંઘ દિલ્હી જવાના હોવાથી ચેમને બઢતી આપીને પોસ્ટીંગ પેન્ડીંગ રખાય તેવી સંભાવના છે. અમદાવાદના ડીજીપી કક્ષાના એ. કે. સિંઘ માફક રાજયના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝા પણ મોદી અને અમિત શાહની ગુડબુકમાં છે. સિનીયર મોસ્ટ આઇપીએસ શિવાનંદ ઝા દિલ્હી જાય તો ૧૯૮૪ બેચના સીબીઆઇના મૂળ ગુજરાત કેડરના રાકેશ આસ્થાનાને ગુજરાત પરત લાવવામાં આવી શકે છે. મોદી સરકાર અને અમિતભાઇ સાથેનો ઘરોબો જોવા સાથે તેમની સિનીયોરિટી જોતા તેઓ મુખ્ય ડીજીપી બનવા હક્કદાર બની જાય છે. આ સમીકરણો સાચા ઠરે તો રાજય પોલીસ તંત્રમાં અણધાર્યા ફેરફારો આવી જશે. રાકેશ અસ્થાના ગુજરાતમાં રિટર્ન આવ્યા તો પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો ડીજીપી કક્ષાના પોલીસ કમિશ્નર એ. કે. સિંઘ દિલ્હી જાય તો તેના વિકલ્પ તરીકે જે નામો વિચારણામાં છે. તેમાં એક વધુ નામ ઉમેરાયું છે. આ નામ એટલે અમદાવાદમાં વિવિધ સ્થાનો પર રહી બહોળો અનુભવ ધરાવતા ટી.એસ.બિસ્ત.
ટી. એસ. બિસ્ત હાલમાં રાજય પોલીસ વડાની કચેરીમાં એડમીન વડા તરીકે ફરજ બજાવે છે. અત્રે યાદ રહે કે અમદાવાદના પ્રતિષ્ઠા ભર્યા પોલીસ કમિશ્નરની જગ્યા માટે જેઓના નામો ગાંધીનગરની વિચારણામાં છે તેમાં રાજયના સીઆઇડી વડા આશીષ ભાટીયા, એસીબીના ઇન્ચાર્જ વડા કેશવકુમાર, તથા સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્માનું પણ નામ ઉમેરાયું છે. આમ રાજય પોલીસ તંત્રમાં રાકેશ આસ્થાના ગુજરાત પરત ફરે તો ધરખમ ફેરફારો થશે તેમાં બે મત નથી.રાકેશ આસ્થાનાની પ્રતિષ્ઠા સીબીઆઇમાં જે રીતે ખરડાઈ છે તેને કારણે કેન્દ્ર સરકાર હવે રાકેશ આસ્થાનાને દિલ્હીમાં સીબીઆઇમાં સ્વભાવિક રીતે પરત લે તેવી સંભાવના ઓછી છે. બીજી તરફ ગુજરાતના પોલીસ તંત્રમાં જેનો દબદબો હતો તેવા રાકેશ આસ્થાના પણ દિલ્હી સીબીઆઇમાં રહેવાના બદલે ગુજરાત પરત ફરી મોભાનું સ્થાન મેળવવા ઇચ્છુક હોય તે સ્વાભાવિક છે. ર૦૧૯ની ચૂંટણી પહેલા રાજય પોલીસ તંત્રમાં ઉચ્ચ કક્ષાએ ફેરબદલ થશે એ નક્કી છે. આમ ૫મી નવેમ્બરની બેઠક પર પોલીસના ઉચ્ચ અધિકારીઓની નજર છે.

Related posts

પાંચ કિલો, ૩૯૦ ગ્રામ ચરસ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

aapnugujarat

વડોદરામાં સેક્સ રેકેટ ઝડપાયું

aapnugujarat

અમદાવાદમાં શ્રી બાવન વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1