Aapnu Gujarat
ગુજરાત

દીપોત્સવી : બજારમાં આવી ગઈ ઘરસજાવટની અવનવી ચીજ-વસ્તુ

આસો વદમાં આવતું મહાપર્વ દીવાળી અને ગુજરાતીઓનું નૂતન વર્ષ ગણતરીના દિવસોમાં જ સૌના ઘરને અવનવા દીવડાંઓથી ઝગમગતું કરી દેશે. ત્યારે અત્યાધુનિક ભૌતિક સાધન સુવિધાઓ તેમ જ પરંપરાગત સાધનોના સમન્વય સાથે ચાલતા આ યુગમાં વેપારીઓ અને ઉત્પાદકો દરેક ઉત્સવોમાં નવીનતા લાવવા પ્રયાસ કરે છે.
દીવાળીના આ પર્વમાં પરંપરાગત કળાત્મક દીવા તો ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે જ છે, સાથે ઘરની દીવાલો, રુમ્સ, લોબી, ગેલેરીની સજાવટની અનેક ચીજો બજારમાં આવી ગઇ છે. ભગવાનની મૂર્તિઓ, વિવિધ પેઇન્ટીંગ્સ, શો-પીસ, પોલી રેઝીન-ક્રિસ્ટલની ચીજવસ્તુઓ, અવનવા ફ્લાવર વાઝનું વિશાળ કલેક્શન બજારમાં આવી ગયુ છે.
દીવાળી-નૂતન વર્ષમાં પોતાના ઘરને સજાવવા તેમજ કંઇક અલગ જ શુસોભન અને આકર્ષણ જમાવવા સૌ ગૃહિણીઓપ્રયત્ન કરે છે. આ દીવાળીમાં પરંપરાગત હાથથી બનેલા રંગબેરંગી ટ્યુબ્સ-કલર્સ-ઝરી થી બનતાં દીવાથી માંડી શો-રુમ્સમાં મળતી મોંઘીદાટ ચીજવસ્તુઓ માટેની ખરીદી શરુ થઇ ગઇ છે.
આ વર્ષે ૧૫ ટકાથી વધુનો ભાવવધારો લગભગ દરેક આઈટમ્સ પર જોવા મળી રહ્યો હોવા છતાં નવા વર્ષને સુશોભિતપણે આવકારવાનો ઉત્સાહ કમ નથી.અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોની વિવિધ દુકાનોમાં ગૃહિણીઓ દ્વારા ખરીદીના અવનવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

Related posts

बिजल पटेल ने खाली किया मेयर हाउस

editor

૫ વર્ષનાં ભાઈએ બહેનને ગોળી મારી

aapnugujarat

બળાત્કારમાં અમદાવાદ મોખરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1