Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં સ્ક્રેપની દુકાનમાં યુજીવીસીએલનું મટીરીયલ જોવા મળ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનાં મહાવીરનગર વિસ્તારમાં આવેલ સ્ક્રેપની દુકાનમાં જીઇબીના સરકારી મટરીયલ અર્થઇંગ માટે વપરાતા ગેલ્વેનાઈઝ પટ્ટીઓ તથા ચેનલો ૭૦ કિલોના જથ્થામાં જોવા મળી હતી. આ માલસામાન જીઇબી અથવા યુજીવીસીએલનો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મહાવીર નગર લક્ષ્મીનારાયણ સોસાયટી બીએસએનએલ ઓફિસની સામે આવેલ સ્ક્રેફની દુકાનમાં દુકાનનું કોઈ નામ જણાવેલ નથી ત્યાંથી શંકર મારવાડી નામના દુકાન માલિકે ફેરિયા પાસેથી ખરીદી કરી હોય તેવું જાણવા મળેલ ત્યારે ફેરિયાને જણાવતા ફેરીયાએ જણાવ્યું હતું કે હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલ સોસાયટીમાંથી એક મકાનમાંથી ખરીદી કરેલ હતી ત્યારે હવે આ ઘટનાની જાણ યુજીવીસીએલના અધિકારીને કરતા અધિકારીઓએ આગળની તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે. આ સ્ક્રેપ મૂળ માલિક પાસેથી ફેરિયાએ રૂ.૧૪૦૦/-ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું અને ફેરીયાએ શંકર મારવાડી નામના વ્યક્તિને રૂ.૨૪૦૦/-વેચાણ કર્યું તેવું જાણવા મળ્યું હતું. ૭૦ કિલો જીઈબી નો સરકારી સામાનનોજથ્થો ક્યાંથી આવ્યો અને કોણ કોણ આ પ્રકરણમાં સામેલ છે તે તપાસમાં બહાર આવે તેવી શક્યતાઓ છે.
(તસવીર / અહેવાલ :- દિગેસ કડિયા, હિંમતનગર)

Related posts

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ હિંમતનગર દ્વારા આવેદનપત્ર સોંપાયુ

editor

ગીર સોમનાથ જિલ્લા સોમનાથ મીત્ર મંડળ લોકડાઉન ના સમયમાં દરરોજ છેલ્લા ૪૦ દિવસ થી મૂંગા-અબોલ પશુઓને સવાર-સાંજ નિરણ-ચારો નાખી અનોખી સેવાયજ્ઞ

editor

ગુજરાત ચૂંટણી : પ્રથમ ચરણમાં ૯૭૭ ઉમેદવાર મેદાનમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1