Aapnu Gujarat
ગુજરાત

ઓઢવમાં મહિલા સશક્તિકરણની કરાઈ ઉજવણી

આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મહિલા સહાય કેન્દ્ર, ઓઢવ પોલીસ સ્ટેશન (મહિલા ટીમ), પોલીસ સમન્વય અને ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાગવા રક્ષા દળના સહયોગથી મહિલ સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોરોના મહામારી અંગે જાણકારી આપવામાં આવી હતી. માસ્ક ફરજિયાત પહેરવું, બેગજની દૂરી રાખવી તેવી સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૩૦ થી ૩૫ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલા સહાયક કેન્દ્રના કોર્ડિનેટર જગદીશભાઈ, દિપીકાબેન, ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.આર.પરમાર, ફાલ્ગુનીબેન, ૧૮૧ મહિલા હેલ્પ લાઈનના કોર્ડિનેટર અંજનાબેન, જાગૃતિબેન (એલઆર), પોલીસ સમન્વય પ્રેસ અને શ્રી નિધિ ફાઉન્ડેશન ટ્રસ્ટના (જય માડી) પંકજ પંચાલ, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકા સીએસઆર મેનેજર મિલન વાઘેલા, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડા સહિતના મહાનુભાવોએ આયોજનને સફળ બનાવ્યું હતું.


(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

રખડતા ઢોરનો ત્રાસ નથી તેવી ખાતરીનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરો

aapnugujarat

રાજ્યના જળાશયોમાં 50 ટકા જ પાણીનો જથ્થો એવેલેબલ

aapnugujarat

त्यौहारों में चीजवस्तु के सेम्पल की जांच सिर्फ दिखाने के लिए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1