Aapnu Gujarat
ગુજરાત

કડી લુહારકુઇ ચોકમાં બહુચર માતાજીની માંડવીના વળામણાં

કડીમાં આવેલ લુહારકુઇ ચોકમાં નવરાત્રીના પાવન મહોત્સવમાં વર્ષોથી ચાલતી પરંપરાગત મા બહુચર માતાજીની માંડવીની સ્થાપના કરાઈ હતી અને નવ દિવસ વિધી વિધાન પ્રમાણે આરતી-પુજા કરવામાં આવતી હતી. નવ દિવસ ખેલૈયાઓ મન મુકીને ગરબાની રમઝટ જમાવતા હતાં. દશેરાએ માતાજીના વળામણાં કરાયા હતાં જેમાં ભકતોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. માતાજીની માંડવી લુહારકુઇ ચોકમાંથી નીકળી વિશ્વ હિંદુ પરિષદ – તીનબતી – અંબાજી માતાનું મંદિર- શિપાળ-પાડાપોળ-તબોળીવાસ – રમતી ચોક – નવાપુરા વગેરે જગ્યાએથી નીકળી હતી. સાથે સાથે માતાજીને વાજતે ગાજતે બેન્ડ બાઝા સાથે છેલ્લે બ્રાહમણની વાડી માંતાજીની માંડવીની વિદાય કરવામાં આવી હતી. જય અંબે જય અંબેના જયકારા લગાવવામાં આવ્યાં હતાં. લુહારકુઇ નવરાત્રી મંડળના આયોજક મિત્રો દ્વારા તમામ ભકતોનો નવ દિવસ સહકાર આપવા માટે તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગુજરાત ચૂંટણી : બીજા દિને છ ઉમેદવારીપત્ર ભરાયા

aapnugujarat

મહેસાણામા 38122 લોકોએ કોરોના વેકસીન લીધી

editor

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરતમા મળેલી જીતની કરી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1