Aapnu Gujarat
Uncategorized

શ્રી સોમનાથ મંદિર ખાતે યાત્રી સુવિધા હેતુ ચોપાટી ખાતે તૈયાર કરવામાં આવેલસાર્વજનીક શૌચાલયનો પ્રારંભ કરવામાં આવ્યો

શ્રાવણમાસ આવી રહેલ હોય, સોમનાથ તીર્થધામમાં દેશ-વિદેશથી યાત્રીપ્રવાહ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય, તેને નહાવા તથા શૌચકર્મ જેવી પ્રાથમીક જરૂરીયાત માટે ૭૦ લાખના ખર્ચે આધુનીક સુવિધાઓથી સજ્જ જે એરપોર્ટમાં હોય તે પ્રકારનુ સાર્વજનીક શૌચાલય શ્રી સોમનાથ મંદિર પરિસર ચોપાટી ખાતે આકાર પામેલ હતુ, જેમનુ લોકાર્પણ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી તથા એસબીઆઇના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથના વરદ હસ્તે કરવામાં આવેલ. આ સાર્વજનીક શૌચાલય માં મહિલાઓ અને પુરૂષોના અલગ-અલગ વિભાગો છે, જેમાં યુરીનલ, વોશબીશન, બાથરૂમ, ટોઇલેટ સહીતની લેટેસ્ટ સુવિધાથી સજ્જ કરવામાં આવેલ છે. આ શૌચાલયના નિર્માણ માટે સીએસઆર કામગીરી હેઠળ રૂ|.૨૫ લાખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા તરફથી, રૂ|.૪૦ લાખનો આર્થીક સહયોગ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળેલ હતો.

    કાર્યક્રમ સ્થળેથી શ્રીરામ મંદિર સુધી સ્વચ્છતા વોક  શ્રી રામ મંદિર ઓડીટોરીયમ સુધીની યોજાઇ જેમાં બિવિજીના સફાઇકર્મીઓ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ જોડાયા હતા. શ્રી રામ મંદિર ઓડીટોરીયમમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવીણભાઇ લહેરી, એસબીઆઇના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથના અધ્યક્ષ સ્થાને યોજાયો, મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય, ઉપસ્થીત મહેમાનોનુ સ્વાગત, સ્વાગતપ્રવચન થી ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇએ કરેલ જેમાં સમગ્ર પ્રોજેક્ટ ની માહિતિથી ઉપસ્થીત સૌ ને અવગત કરેલ તેમજ શબ્દોથી સૌનુ સ્વાગત કરેલ હતુ. મંચસ્થ મહાનુભાવો એ પ્રમુખ હિન્દુ દેવતા બુકનુ લોકાર્પણ કરેલ હતુ, જેમાં મુર્તિપૂજન શા માટે સહિતની ધાર્મીક બાબતો આવરી લેતી આ બુક નુ વિમોચન થયેલ. પ્રાસંગીક ઉદ્બોધન મધુકર આનંદ – જનરલ મેનેજર એસબીઆઇ એ કરેલ, સાથે જ એસ બી આઇ ના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથ  એ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સોમનાથ મંદિર પરિસરનો વિકાસ થઇ રહ્યો છે, ત્યારે કાફેટેરીયા બનનાર છે, તેમાં એસબીઆઇની ડીઝીટલ બેંક શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી બનશે જેમાં લોકો ડીઝીટલ માધ્યમથી નાનામાં નાની ચુકવણી ડીઝીટલ કરશે, સાથે જ લોકોને રોકડનુ જોખમ રાખવુ જરૂરી નહી રહે, પેમેન્ટ ગેટવે થકી ટ્રાન્ઝેક્શન સીધુ સોમનાથ ટ્રસ્ટ ને પેમેન્ટ જતુ રહેશે, જેથી ડીઝીટલ બેંકમાં એટીએમ સહીત સુવીધાઓ ઉપલબ્ધ હશે. આ પ્રસંગે એસબીઆઇના આઇ કે અગ્રવાલ, પી એસ બેડેકર, એસબીઆઇ પ્ર.પાટણના રીઝનલ મેનેજર કિરણ ઝાલા, પ્ર.પાટણ ગુરૂકુળના માધવચરણ સ્વામીજી, વેરાવળ પાટણના અગ્રણીઓ ઉપસ્થીત રહેલ. તેમજ આ કાર્યક્રમની આભારવિધિ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરેલ હતી.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ   

Related posts

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

aapnugujarat

અમદાવાદ શહેરમાં શ્રમ કાયદાનો ભંગ કરતા ઔદ્યોગિક એકમો સામે છેલ્લા બે વર્ષમાં ૫,૮૩૧ ફરિયાદો મળી

aapnugujarat

માતાનો પુત્રના મિત્ર સાથેનો પ્રેમ ભારે પડ્યો

editor

Leave a Comment

UA-96247877-1