Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

જામનગરના વણિક પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરી લીધો છે. મળતી માહિતી પ્રમાણે કિશાન ચોક નજીક આવેલા મોદીના વંડામાં આપઘાત કરી લેનાર વણિક પરિવાર કંદોઈ કામ કરીને ગુજરાત ચલાવતો હતો. પરિવારમાં કુલ છ સભ્યો હતો જેમાંથી પાંચ સભ્યોએ આપઘાત કરી લેતા પરિવારમાં હવે એકમાત્ર વૃદ્ધ બચ્યા છે. પરિવારના પાંચ-પાંચ સભ્યોના આપઘાતથી હાલ વૃદ્ધ શોકમાં ગરકાવ થઈ ગયા છે.
વણિક પરિવારના પાંચ સભ્યોએ આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ છે. સાકરિયા પરિવારમાં કુલ છ સભ્યો હતો. જેમાંથી પાંચ સભ્યોએ આપઘાત કરી લેતા પરિવારમાં હવે ફક્ત એક વૃદ્ધ પિતા બચ્યા છે. સામુહિક આપઘાતના સમાચારથી તેઓ હતપ્રભ થઈ ગયા છે.
આપઘાત કરી લેનાર પરિવારના મોભી ગોરધનદાસ સાકરિયાનો એક પુત્ર રાજકોટ કોઈ આશ્રમમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પરિવારના મોભી રાત્રે ઉપરના રુમમાં ઊંઘી રહ્યા હતા ત્યારે પરિવારના અન્ય સભ્યોએ નીચેના રુમમાં સામુહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના સભ્યોએ રાત્રે કોઈ પ્રવાહીમાં ઝેર ભેળવીને પી લીધું હતું. પરિવારનો સભ્યોએ વ્યાજના ચક્રમાં ફસાઈને કે પછી અન્ય કોઈ કારણથી ઝેર પી લીધું છે તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. બીજો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે એક સાથે પાંચ લોકોએ આપઘાત કરવાનો નિર્ણય લઈને ઝેર ગટગટાવી લીધું હતું કે પછી પરિવારના કોઈએ એક સભ્યોએ અન્ય સભ્યોને ઝેર આપીને પોતે પણ આપઘાત કરી લીધો હતો?
આપઘાત કરી લેનાર સાકરિયા પરિવાર ’મોરભુવન’ નામના મકાનમાં રહેતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આપઘાત કરી લેનાર દીપકભાઈનું મકાન લોન પર હતું. આ ઉપરાંત તેમના માતાની બીમારીના પગલે દર મહિને દવામાં મોટો ખર્ચ થતો હતો. સામા પક્ષે પરિવારની આવક મર્યાદિત હતી. આથી આર્થિક સંકળામણને કારણે પરિવારે આવું આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા છે.
આ મામલે વધારે માહિતી આપતા એસએસપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, “દીપક પન્નાલાલ સાકરિયાએ પરિવારના સભ્યો સાથે આપઘાત કરી લીધો છે.
તેમના ઘરમાંથી જંતુનાશક દવાની બોટલ મળી આવી છે. પરિવારના સભ્યોએ પાણીમાં ઘોળીને ઝેર પી લીધું હોવાની આશંકા છે. પાડોશીઓની પૂછપરછ કરતા માલુમ પડ્યું છે કે આપઘાત કરી લેનાર દીપકની વૃદ્ધ માતાની સારવાર ચાલી રહી હતી. મહિને તેમની સારવાર પાછળ ૨૦થી ૨૫ હજારનો ખર્ચ થતો હતો. આ ઉપરાંત તેમણે લોન પણ લીધી હતી જેનું મહિને રૂ. ૧૦થી ૧૫ હજાર વ્યાજ ચુકવતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. હાલ ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ કે અન્ય કોઈ વસ્તુ મળી નથી. પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડે છે.”

Related posts

ઇન્દ્રનીલને કોંગ્રેસમાં સામેલ કરવા ચક્રો ગતિમાન

aapnugujarat

બોલિવૂડમાંથી અનુભવ સિંહાએ રાજીનામું આપ્યું, વાંચો સમગ્ર વિગત

editor

મહુવા ખાતે અમૃત ખેડૂત બજારનો શુભારંભ

editor

Leave a Comment

UA-96247877-1