Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયા કાર્નિવલમાં ૨૫ લાખ પ્રવાસી પહોંચ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા. ૨૫થી તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલની ભપકાદાર રીતે ઉજવણી કરાઈ હતી, જે દરમિયાન આશરે ૨૫ લાખથી વધારે સહેલાણીઓ ઊમટતાં કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા અકબંધ રહી હતી. જો કે, કાર્નિવલના કારણે કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને નોકટર્નલ ઝુમાં પણ મુલાકાતીઓનો ખાસ કરીને મહિલા-બાળકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે કાંકરિયા ઝુ ખાસ કરીને નોકટર્નલ ઝુમાં ખૂબ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટયા હતા, જેના કારણે કાંકરિયા ઝુ અને નોકટર્નલ ઝુની મળી એક સપ્તાહની આવક રૂ.૨૫ લાખથી વધુની નોંધાઇ હતી. કાર્નિવલના કારણે આ બંને ઝુમાં મુલાકાતીઓની સંખ્યા વધતાં આવકમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
અમ્યુકો તંત્ર દ્વારા કાર્નિવલ વખતે સાતે સાત દિવસ સહેલાણીઓ માટે એન્ટ્રી મફત રખાઈ હતી. સહેલાણીઓ માટે આ વખતે એસી ટ્રેન, બેટરી ઓપરેટેડ કાર, ફ્‌લોટિંગ રેસ્ટોરાં જેવાં વિવિધ આકર્ષણ હતા, પરંતુ સહેલાણીઓ માટે હંમેશ મુજબ મિની ટ્રેનનું આકર્ષણ જળવાઈ રહ્યું હતું. આશરે ૨૯,૦૦૦ લોકોએ મિની ટ્રેનની સફર કરતા તંત્રને તેની ફીથી રૂ. ૫.૫૦ લાખની આવક થઈ હતી. કાર્નિવલમાં પ્રથમ વખત ફરતી મુકાયેલી એસી ટ્રેનની પણ ૧૭૫ લોકોએ સફર કરતા તેનાથી તંત્રને રૂ. ૧૦,૦૦૦ની આવક થઈ હતી. જોકે ફ્‌લોટિંગ રેસ્ટોરાંમાં બેસીને વિવિધ વાનગીઓનો આસ્વાદ લગભગ ૫૦૦ સહેલાણીઓએ માણ્યો હતો. ફ્‌લોટિંગ રેસ્ટોરાંએ તંત્રને રૂ. ૧.૨૫ લાખ રળી આપ્યા હતા. જ્યારે બેટરી ઓપરેટેડ કારનો પણ ૪૦૦૦ જેટલા સહેલાણીઓએ લાભ લેતા સત્તાવાળાઓએ રૂ. ૬૦,૦૦૦ની આવક મેળવી હતી. કાંકરિયા કાર્નિવલની વિવિધ રાઈડ્‌સથી મ્યુનિસિપલ તિજોરીમાં રૂ. ૧૬ લાખથી વધુ ઠલવાયા હતા. જ્યારે બાળનગરીની ૧૨,૦૦૦થી વધુ સહેલાણીઓ દ્વારા મુલાકાત લેવાઈ હતી. સમગ્ર સપ્તાહ દરમ્યાન એકંદરે કાંકરિયા કાર્નિવલની આવક રૂ.૨૨થી ૨૫ લાખની રહી હતી. આ ઉપરાંત ૫૫૦ નાગરિકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈને રક્તદાન કર્યું હતું. દરમિયાન આજે કાંકરિયા લેકફ્રન્ટની સાફસફાઈ થવાની હોઈ તેને સમગ્ર દિવસભર સહેલાણીઓ માટે બંધ રખાશે. જે આવતીકાલથી સહેલાણીઓ માટે રાબેતા મુજબ ખૂલી જશે. બીજીબાજુ, આ વખતે કાંકરિયા કાર્નિવલના કારણે કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને નોકટર્નલ ઝુમાં મુલાકાતીઓની સંખ્યામાં પણ સારો એવો ધસારો નોંધાયો હતો, જેને પગલે આ બંને ઝુની આવકમાં ઉછાળો નોંધાયો હતો. આ બંને ઝુમાં મળી અંદાજે કુલ રૂ.૨૫લાખથી વધુની નોંધપાત્ર આવક નોંધાઇ હતી. લોકો ભારે રોમાંચિત થયા હતા.

Related posts

हर्षोल्लास के बीच जन्माष्टमी का त्यौहार को मनाया गया

aapnugujarat

શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે : કોટડિયા

aapnugujarat

મિડિયામાં રહેવા માટે કોંગ્રેસી નેતાઓના પ્રયાસો છે : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1