Aapnu Gujarat
ગુજરાત

ન્યુ યર ઉજવણીમાં પોલીસનો સપાટો : ૩૦૦ દારૂડિયા ઝબ્બે

રાજયભરમાં યંગસ્ટર્સ સહિત સૌકોઇએ ગઇકાલે હર્ષોલ્લાસ અને ઉમંગ-ઉત્સાહ સાથે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી નવા ૨૦૧૯ના વર્ષને ઉમળકાભેર આવકાર્યું હતું અને તેના વધામણાં કર્યા હતા પરંતુ નવા વર્ષની ઉજવણી દરમ્યાન બિન્દાસ્ત રીતે શરાબ અને શબાબના દોર પણ ચાલ્યા હતા. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળી કુલ ૩૦૦થી વધુ દારૂડિયાઓને શહેર પોલીસે ઝડપી લીધા હતા. સૌથી વધુ પ્રોહીબીશનના ૪૩થી વધુ કેસો માત્ર સરદારનગર પોલીસે જ દાખલ કર્યા હતા. પોલીસે ૧૦૨ લિટર દેશી દારૂ, ૮૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૨ બિયર ટીન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. બીજીબાજુ, પોલીસે ગઇકાલે તકેદારીના પગલા હેઠળ સીઆરપીસીની કલમ-૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ હેઠળ ૬૬ વ્યકિતઓની અટકાયત કરાઇ હતી, જયારે પ્રોહીબીશન-૯૩ હેઠળ ચાર વ્યકિતઓની અને પાસા હેઠળ બે વ્યકિતની અટકાયત કરવામાં આવી હતી. તો, યુવતીઓની છેડતી કરતાં પંદરથી વધુ રોમીયોને પોલીસે ઝડપી લઇ સપાટો બોલાવ્યો હતો અને ભાન ભૂલેલા આવા તત્વોને પાઠ ભણાવ્યો હતો. ન્યુ યરની ઉજવણીના ઓઠા હેઠળ યુવાધન દારૂ, સીગારેટ સહિતના નશાના રવાડે બરબાદ થઇ રહી હોવાની ચોંકાવનારી વાસ્તવિકતા પણ સામે આવી હતી. જો કે, પોલીસે રાતભર પેટ્રોલીંગ કરી અસરકારક કામગીરી હાથ ધરી હતી.શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર પોલીસમથકમાં ૩, સોલામાં બે, ઘાટલોડિયામાં સાત, નારણપુરમાં પાંચ, વાડજમાં એક, રિવરફ્રન્ટ વેસ્ટમાં એક, વેજલપુરમાં ૧૯, વાસણામાં ચાર, એલિસબ્રીજમાં ૨૩, સેટેલાઇટમાં ચાર, સાબરમતીમાં આઠ, રાણીપમાં ચાર, કાલુપુરમાં બે અને શહેરકોટડા-ખાડિયામાં એક-એક મળી કુલ ૮૪થી વધુ દારૂડિયા ઝડપી લેવાયા હતા. આ જ પ્રકારે પૂર્વમાં દરિયાપુરમાં ૬, શાહીબાગમાં પાંચ, સરદારનગરમાં ૭૦, કૃષ્ણનગરમાં ૧૦, ગોમતીપુરમાં ૯, બાપુનગરમાં પાંચ, રખિયાલામાં ત્રણ, ખોખરામાં ચાર, રામોલમાં ૨૬, વટવામાં બે, મણિનગરમાં ૧૧, વટવા જીઆઇડીસીમાં બે, ઇસનપુરમાં બે અને દાણીલીમડામાં ૧૧ મળી ૧૬૬થી વધુ દારૂડિયા પકડી જેલ હવાલે કરાયા હતા. પોલીસે અન્ય વિસ્તારોમાં પણ દારૂ પીધેલા લોકોને ઝડપ્યા હતા. આમ, કુલ મળી, શહેરભરમાં આશરે ૩૦૦થી વધુ દારૂડિયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ હતી.

Related posts

મગફળી કૌભાંડ આચરનાર ભાજપનો હશે તો તેને પણ નહીં છોડીએ : વિજય રૂપાણી

aapnugujarat

શિહોરી બસ સ્ટેન્ડ સુવિધાથી વંચિત

editor

સરખેજના ઇમામને મારી નાંખવાની ચીમકી અપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1