Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણીમાં સિદ્ધારમૈયા બે બેઠકથી ચૂંટણી લડવા તૈયાર

કર્ણાટકના મુખ્યમંત્રી અને કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર સિદ્ધારમૈયા વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો ઉપર ચૂંટણી લડનાર છે. આ બાબતને લઇને હજુ સુધી માત્ર એવા અહેવાલ આવી રહ્યા હતા કે સિદ્ધારમૈયા બે બેઠકો પર ચૂંટણી લડશે નહીં પરંતુ હવે રાહુલ ગાંધીના નિવેદનથી સિદ્ધારમૈયા બે બેઠકો પર ચૂંટણી લડશે તે બાબત સ્પષ્ટ થઇ ગઇ છે. બેંગ્લોરમાં જનઆશીર્વાદ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીથી ભુલથી આ જાહેરાત થઇ ગઇ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, જાણી જોઇને અથવા તો ભુલથી રાહુલ ગાંધીએ આ બાબતનો ખુલાસો કરી લીધો હતો કે, મુખ્યમંત્રી આગામી વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકોથી ચૂંટણી લડશે. જેમાં બાદામી અને ચામુંડેશ્વરી ક્ષેત્રનો સમાવેશ થાય છે. વિપક્ષી પાર્ટી મુખ્યમંત્રીના ક્ષેત્ર ચામુંડેશ્વરીમાં તેમને હરાવવા માટે તમામ તાકાત લગાવી દધી છે. મજબૂત વોક્કાલિંગા સમુદાય જેડીએસનું સમર્થન કરે છે જેથી વિપક્ષ ભાજપના સભ્યો એમ કહીને આક્ષેપ કરી રહ્યા છે કે, તેમને હારનો ભય સતાવી રહ્યો છે. મુખ્યમંત્રીએ પણ કબૂલાત કરી છે કે, બંને સીટ ઉપર તેઓ લડનાર છે પરંતુ સુત્રોએ કહ્યું છે કે, રાહુલ ગાંધીની જાહેરાત બાદ આ બાબત બિલકુલ સ્પષ્ટ થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ ગઇકાલે જ કહ્યું હતું કે, સિદ્ધારમૈયા બે બેઠક ઉપર ચૂંટણી લડનાર છે. સિદ્ધારમૈયા વરુણા સીટ પરથી પોતાના પુત્ર યતિન્દ્રને મેદાનમાં ઉતારવા માટે ઇચ્છુક છે. ચામુંડેશ્વરીથી જેડીએસના દેવગૌડા પણ ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકમાં વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે ૧૨મી મેના દિવસે મતદાન થનાર છે. જ્યારે મતોની ગણતરી ૧૫મી મેના દિવસે થનાર છે. ભાજપે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ રવિવારે રાત્રે પોતાના ૭૨ ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી હતી. યેદીયુરપ્પા શિકારીપુરામાંથી ચૂંટણી લડશે.

Related posts

આજે ભાજપની પેનલનાં સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટણી મામલે સોનિયા ગાંધી સાથે બેઠક કરશે

aapnugujarat

સેંસેક્સમાં વધુ ૧૪૬ પોઇન્ટનો ઘટાડો થયો

aapnugujarat

વેક્સિનેશનથી કોરોનાની બીજી લહેર પર લગામ લગાવી શકાય છે : હર્ષવર્ધન

editor

Leave a Comment

UA-96247877-1