Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં વધુ ૧૪૬ પોઇન્ટનો ઘટાડો થયો

શેરબજારમાં આજે પણ મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ વધુ ૧૪૬ પોઇન્ટ ઘટીને ૩૫૩૫૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૬ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૫ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. ટીસીએસ અને વિપ્રોના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૮૬૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૦ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૩૧૫૯ રહી હતી. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ પખવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોએ સ્થાનિક શેરબજારમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનુ મૂડીરોકાણ કર્યું છે. ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટને લઇને વિદેશી મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય બજારોમાંથી ૫૨૬૪ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઈ દ્વારા ૫૩૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. ગયા સપ્તાહમાં શેરબજારમાં કાશ્મીરમાં પુલવામા હુમલાને લઇને ચર્ચાઓ રહી હતી. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ ૭૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૮૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૨૧૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૨૪ની નીચી સપાટીએ રહ્યો હતો. માર્કેટમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઉથલપાથળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીએનપી પરિબાષના લોકોનું કહેવું છે કે, હાલમાં મૂડીરોકાણકાઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને આગળ વધી શકે છે. અન્ય વૈશ્વિક પરિબળો પમ જવાબદાર દેખાઈ રહ્યા છે. થોડાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે.

Related posts

BOB ने MCLR ब्याज दर घटाकर 8.25% की

aapnugujarat

અન્ય રમખાણોમાં સામેલ રાજકીય નેતાઓને પણ સજા થવી જોઈએ : કેજરીવાલ

aapnugujarat

ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇ રાહુલે સુપ્રીમમાં દુખ વ્યક્ત કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1