Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાહુલનાં ઉપવાસ : કોંગી નેતા છોલે ભટુરે આરોગીને આવ્યાં

દેશમાં દલિત અત્યાચારની સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ઉપર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉપવાસને લઇને આજે અનેક કારણોસર વિવાદ થઇ ગયા હતા. કોંગ્રેસની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. રાહુલના ઉપવાસ પર બેસતા પહેલા એક બાજુ શીખ રમખાણોમાં આરોપી જગદીશ ટાઇટલર અને સજ્જનસિંહને પરત મોકલી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ એક એવો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જેના કારણે વિખવાદ થઇ ગયો હતો અને કોંગ્રેસની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. આ ફોટામાં કોંગ્રેસી નેતા અરવિન્દરસિંહ લવલી, હારુન યુસુફ છોલે ભટુરે ખાતા નજરે પડી રહ્યા છે. આની સાથે જ ટેબલ ઉપર અજય માંકડ અને બાકી કોંગ્રેસી નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. દલિતોના મુદ્દા પર કોંગ્રેસના પ્રહારો સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપને આ ફોટાના કારણે આક્ષેપબાજી કરવામાં નવું હથિયાર મળી ગયું છે. ભાજપના દિગ્ગજ નેતા મદનલાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાનાએ કોંગ્રેસી નેતાઓનો ફોટો માઇક્રો બ્લોગિંગ સાઇટ ઉપર ટિ્‌વટર પર શેયર કરીને કહ્યું છે કે, અમારા કોંગ્રેસી નેતાઓ લોકોને રાજઘાટ ઉપર અનશન માટે બોલાવી રહ્યા છે પરંતુ પોતે રેસ્ટોરન્ટમાં બેસીને છોલે ભટુરેની મજા લઇ રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવામાં કોંગ્રેસ પાર્ટી સૌથી આગળ છે તે બાબત સાબિત થઇ જાય છે.
ખુરાનાએ જે ફોટો ટિ્‌વટ કર્યો છે તેમાં અજય માંકન, હારુન યુસુફ અને હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થયેલા અરવિંદરસિંહ લવલી છોલે ભટુરે ખાતા નજરે પડે છે. ખુરાનાએ કહ્યું છે કે, આ ફોટો આજનો જ છે. કોંગ્રેસના નેતા જ્યાં છોલે ભટુરેની મજા માણી રહ્યા છે ત્યાં સીસીટીવી કેમેરામાં તપાસ કરવામાં આવી શકે છે. બીજી બાજુ કોંગ્રેસની નેતા અરવિન્દરસિંહ લવલીએ પણ ફોટો આજનો જ હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ફોટો અનસનથી ખુબ પહેલાનો છે. ઉપવાસ સાંકેતિક હતો અને આનો સમય ૧૦ વાગ્યા પછીનો હતો. આવી સ્થિતિમાં અમે સવારમાં શું કરી રહ્યા હતા અને શું નહીં તે અમારો અંગત મામલો છે. વિવાદ વધતા દિલ્હી ભાજપના વડા મનોજ તિવારીએ પણ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.

Related posts

सीआरपीएफ पर गालियां देकर भड़ास निकाल रहे कुछ पाकिस्तानी : रिपोर्ट

aapnugujarat

टाइम मैगजीन की 100 प्रभावशाली व्यक्तियों की लिस्ट में पीएम मोदी का नाम शामिल

editor

बंगाल की खाडी में भारत -यूएस,जापान करेंगे सैन्य अभ्यास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1