Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજે ભાજપની પેનલનાં સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટણી મામલે સોનિયા ગાંધી સાથે બેઠક કરશે

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને રાજકીય ગરમી વચ્ચે આજે ભાજપની પેનલના સભ્યો કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કરનાર છે. સર્વસંમતિ સાધવાના પ્રયાસ તરીકે આને ગણવામાં આવે છે.રાષ્ટ્રપતિની ચૂટણીને લઇને સર્વસંમતિના પ્રયાસ એવા સમય હાથ ધરવામાં આવ્યા છે જ્યારે રાષ્ટ્રપતિ ચૂટણીને લઇને ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે ૭મી જૂનના દિવસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી હતી. ચૂંટણી કાર્યક્રમ મુજબ અરજી દાખલ કરવાની અંતિમ તારીખ ૨૮મી જૂન રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા ૨૯મી જૂનના દિવસે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવા માટેની અંતિમ તારીખ પહેલી જુલાઈ રહેશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચૂંટણી જરૂર પડશે તો ૧૭મી જુલાઈના દિવસે થશે. મતગણતરીની પ્રક્રિયા ૨૦મી જુલાઈના દિવસે હાથ ધરાશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવી ચુક્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખાસ ચૂંટણી પેનનો ઉપયોગ કરવામાં આવશે. વોટ શેયરના મામલામાં એનડીએ કોંગ્રેસના નેતૃત્વની સરખામણીમાં ૧૫ ટકા લીડ ધરાવે છે. વર્તમાન રાજકીયસમીકરણોના આધાર પર જોવામાં આવે તો આ મૂલ્યાંકન યોગ્ય દેખાય છે. એનડીએની પાસે રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે સંબંધિત ઇલેક્ટોરલ કોલેજમાં આશરે ૪૮.૬૪ ટકા મત છે જ્યારે રાજ્યો અથવા કેન્દ્રોમાં રાજકીય સમીકરણોના આધાર પર કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષ પાસે ૨૩ રાજકીય પક્ષોની વોટ શેયરની હિસ્સેદારી ૩૫.૪૭ ટકા છે. વિપક્ષની ટીમ નબળી દેખાઈ રહી છે. વિપક્ષના ૩૫.૪૭ ટકાના મત હિસ્સાની તુલનામાં ભાજપની પાસે ઇલેક્ટોરલ કોલેજના ૪૦ ટકા મત છે. ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા ૧૨મી જુનના દિવસે ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી હતી. કમિટિમા જે સભ્યો છે તેમાં રાજનાથસિંહ, વેંકૈયા નાયડુ અને અરુણ જેટલી છે. નાયડુએ સર્વસમંતિના પ્રયાસરૂપે બુધવારના દિવસે બહુજન સમાજ પાર્ટીના નેતા સતીષચંદ્ર મિશ્રા અને એનસીપીના નેતા પ્રફુલ પટેલ સાથે વાત કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે.

Related posts

મેઘાલયમાં રાહુલે પ્રચારનું રણશિંગૂ ફૂંક્યું : મોદીએ બે કરોડને રોજગારી આપવાનું વચન પાળ્યું જ નથી

aapnugujarat

યુપીએ-૨ના ઉડ્ડયનમંત્રીને ૫૦ લાખ ડોલરની લાંચ અપાઈ હતી

aapnugujarat

२१ मई को पुतिन के साथ होगी पीएम की अनौपचारिक शिखर बैठक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1