Aapnu Gujarat
Uncategorized

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર કરવામાં આવ્યું તમાકુનું વાવેતર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુ નું વાવેતર કરાવામા આવ્યુ છે.વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ માલભાઈ વાળા એ પોતાની જમીનમાં અઢી વીધામાં કલકતી તમાકુનુ વાવેતર કરી નવતર પ્રયાસ કર્યો છે.

હાલ કૃષિ ક્ષેત્રે ક્રાંતિનો સમય. હાલના સમયમાં ટેકનોલોજીનો યુગ છે ત્યારે પહેલાના સમય કરતાં ખેતી કરતા ખેડૂતો ટેકનોલોજીના માધ્યમ થી ટૂંકા સમયમાં સારી એવી ખેતી કરી અને પ્રચલિત બન્યા છે પહેલાના સમયમાં ટેકનોલોજીના અભાવને કારણે ખેડૂતો ખેતીમા સારુ ઉત્પાદન ન હતા  કરી શકતા જેને કારણે તેઓ સારો પાક પણ લઈ શકતા ન હતા જ્યારે આજ ના યુગમા ખેતીમા ટેકનોલોજી આવતા ખેડૂતો હવે ખેતીમાં પણ ખૂબ આગળ વધ્યા છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમ થી એક રાજ્ય થી બીજા રાજ્યના ખેડૂતો એક બીજાના સંપર્કમાં આવતા થયા છે અને ખેતીમાં ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે તેમજ સારા ઉત્પાદન સાથે સારો નફો મેળવી અને પગભર થઈ રહ્યા છે

ત્યારે સુત્રાપાડા તાલુકા ના સોળાજ ગામે રહેતા મનુભાઈ વાળા એ કલકતી તમાકુનું વાવેતર કર્યું છે જેમાં મનુભાઈના જણાવ્યા મુજબ અઢી વીઘામાં તમાકુનું વાવેતર કર્યું છે જે ઘઉં, ચણા, ધાણા, ના પાક ની સાથેજ વાવેતર થાય છે અને બે થી અઢી માહિના માજ પાક તૈયાર થઈ જાય છે અને વિધે દવા, મજૂરી અને અન્ય ખર્ચ મળી  અંદાજે   વિધે 15 હજાર જેટલો ખર્ચ થાય છે અને  વિધે અંદાજે 60 થી70 હજાર સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે આમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સોળાજ ગામના યુવા ખેડૂત મનુભાઈ વાળા એ નવતર પ્રયાસ કરી ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરી યુવા ખેડૂતોને પ્રેરણા આપી

Related posts

કોરોનાના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિર ૭ દિવસ માટે રહેશે બંધ

editor

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં પુત્ર સમિપ અને તેમનાં પત્નીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યાં

aapnugujarat

મહુવામાં વીએચપીનાં પ્રમુખની કરાઇ હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1