Aapnu Gujarat
Uncategorized

સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે કેમ્પનુ આયોજન

સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવનમાં  નેત્ર નિદાન કેમ્પ તથા દંતનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ .આ નેત્ર નિદાન કેમ્પના દાતા મનુભાઈ ચૌહાણ માજી એસ.ટી ડ્રાઇવર તથા વિચરતી જાતિના ચેરમેન તથા ડો.નયનાબેન રાવલીયા વેરાવળ તથા વજુભાઈ પરમાર ગોરખમઢી તથા અજાભાઈ સાંગાભાઇ બારડ તથા રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલના સેવાભાવી ડૉક્ટરો તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.સૌને સદબુદ્ધિ માટે ૧૧ ગાયત્રી મહામંત્ર અને 5 મહામૃત્યુંજય મંત્રની સાથે પ્રાર્થના કરવામાં આવી હતી .જેમાં  શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડોક્ટરે  આંખના  230 દર્દીઓને તપાસી 57  દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા.

દંત નિદાનના ડો.નયનાબેન રાવલીયા વેરાવળ એ 23 દર્દીઓએ તપાસ કર્યા હતા. આ કેમ્પના દાતા તરફથી સૌના માટે ચા-પાણીની તથા સાદા ભોજનની વ્યવસ્થાસુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા તથા ચા-પાણીની વ્યવસ્થા રાખેલ હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજન તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી સરકાર શ્રીની ગાઈડ લાઈન પ્રમાણે કેમ્પનું આયોજન કરાયેલ હતુ.આ કેમ્પને સફળ બનાવવામાં બીપીનભાઈ જાની સાહેબ સુત્રાપાડા તથા કાનાભાઈ સોલંકી બોસન, તથા નાથાભાઈ સોલંકી થરેલી, તથા રોહિત ભાઈ દરબાર અમરાપુર, તથા નારણભાઈ વાળા પાધરુકા, તથા વજુભાઈ ગોહિલ છગીયા, તથા જુસબભાઈ વડાળા, તથા રવીભાઈ મોકરીયા પ્રાચી તથા સત્યમભાઈ ચુડાસમા તથા રતિભાઈ પ્રાચી તથા દિવાળીબેન પ્રાચી તથા  પત્રકાર જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો તથા સ્વ રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના કાર્યકર્તાઓ તથા સેવાભાવી ભાઈ-બહેનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો

Related posts

जाना था रक्षामंत्री को, अचानक लद्दाख पहुंचे प्रधानमंत्री, दुश्मनों को दिया कड़ा संदेश

editor

બોટાદના પ્રવેશ દ્વાર પર બની રહેલ અંડરબ્રિજનું કામ ક્યારે પૂરું થશે તેવી લોકચર્ચા

editor

श्रद्धालु ने गिरनार परिक्रमा की शुरुआत शुरू कर दी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1