Aapnu Gujarat
Uncategorized

લીલી નાઘેર તરીકે ઓળખાતા ચોરવાડ તેમજ ઘેડ વિસ્તારની શાન એટલે પાદળી

જૂનાગઢ જિલ્લા આવેલા ચોરવાડ વિસ્તાર સમથળ આકારનો છે આ વિસ્તારમાં હાલના સમયમાં પાદળી નામની શાકભાજી થાય છે જે ખૂબ પ્રખ્યાત છે જેને શાકભાજીની રાણી તરીકે ઓળખવામાં આવે છે   ચોમાસું આવતા જ શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો પાદળીનું વાવેતર કરે છે .પાદળીની શીંગ વાલોળ જેવી થાય છે અને તેમાં પાંચ થી છ દાણા થાય છે આ પાદળીનો ભાવ કિલો 300 રૂપિયાની આસપાસ બજારમાં મળે છે પાદળી શાકભાજી ગમે તે શાકભાજી સાથે મિક્સ થાય છે જયારે રિંગણાના શાક સાથે ઉમેરવાથી વધુ ટેસ્ટી બને છે.પાદળી પાકે ત્યારે તેના જે બીજ છે તેને ઓરિયા તરીકે ઓળખવામાં આવે છે આ ઓરિયાની દાળ પણ લિજ્જતદાર અને પૌષ્ટિક હોય છે

જ્યારે ઘેડ વિસ્તારમાં પાદળીનું વાવેતર સારા પ્રમાણમાં જોવા મળે છે જે ચોમાસુ  આવતા વાવેતર કરવામાં આવે છે જ્યારે તે શિયાળામાં તૈયાર થઇ જાય છે.ચોરવાડ તેમજ ઘેડ વિસ્તારના લોકો જુવાર બાજરાના રોટલા સાથે લીલા મરચાની વાટેલી ચટણી છાસ અને દહીંની મિજબાની માણવાનું ભૂલતા નથી અને આ મિજબાની માણવી એ પણ એક લહાવો છે.પાદળીનું શાક બનાવવું એ પણ એક ખૂબી છે બધા લોકો નથી બનાવી શકતા કેમ કે પાદળી ફોલવી એ પણ એક કળા છે જેમાં બીજ અને ફોતરાં અલગ કરવા પડે છે અને ફોતરાં પર થી પ્લાસ્ટિક જેવું પડ ચડેલું હોય છે તેને બહુ ધ્યાન થી અલગ કરવાનું હોય છે  જ્યારે આ પ્લાસ્ટિક પડ અલગ કરવા માટે ધીરજ અને આવડત બહુ જરૂરી છે એ અલગ કર્યા પછી બીજ અને ફોતરાં નો શાક માં ઉપયોગ કરી શકાય છે..અને તે ટેસ્ટી બને છે

Related posts

Dt. ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ #ઇન્ટરનેશનલ #વિશ્વ #મહિલા #દિવસ ના રોજ ઝરિયાં – એ – દુઆ , એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વેજલપુર પોલીસ સ્ટેશન ની ” સી ” ટીમ , 181 મહિલા હેલ્પલાઇન , નારી અદાલત ના સહયોગથી વેજલપુર વિસ્તારમાં મહિલા સશક્તિકરણ ની માહિતી અને વિવિધ યોજનાઓ ની મહિલા ઓને માહિતી આપવામાં આવી ….

aapnugujarat

રૂ. ૪.૫૦ કરોડનાં ખર્ચે નિર્મીત વેરાવળનાં સીટી રોડનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જશાભાઇ બારડ

aapnugujarat

अहमद पटेल के जीतने पर कांग्रेस द्वारा जगह-जगह उत्सव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1