Aapnu Gujarat
Uncategorized

માળીયા હાટીના તાલુકાના વડીયા ગામે જુગારીઓ ઝડપાયા

વાત કરવામાં આવે માળીયા હાટીના તાલુકાની તો તાલુકામાં જાણે કે જુગારની મોસમ ખીલી હોય તેવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા જ માળીયા હાટીના પોલીસ દ્વારા 5 જુગરીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી વખત તાલુકાના વડિયા ગામે વાળી વિસ્તારમાં  જુગાર રમતા 9 શખ્સોને પોલીસ દ્વારા બાતમીના આધારે સંયુક્ત રેડ પાડી દબોચી લીધા હતા,માળીયા હાટીના તાલુકાના વિડીયા ગામે અગાઉથી ઇચા.પોલીસ ઇન્સ્પેકટર .શ્રી, એચ.આઇ.ભાટી તથા માળીયા હાટીના પોલિસને સંયુકતમાં ખાનગી હકિકત મળેલ કે, માળીયા(હા) તાલુકાના વડીયા ગામની આથમણી સીમમાં કાના નામનો યુવાન બહારથી પૂરુષો બોલાવી ગંજીપતા પાના દ્વારા પૈસા વડે તીનપતી નામનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો છે

ત્યારે પોલીસ દ્વારા ફિલ્મી ઢબે રેડ પાડવામાં આવી હતી જેમાં (૧) વૃદાવન ઉર્ફે કાનો (૨) મુળુભાઇ મામૈયાભાઇ  (૩) જોગીદાસ માણસુરભાઇ (૪) પોપટભાઇ સોમાતભાઇ (૫) કનકસિંહ નાથાભાઇ (૬) રાણાભાઇ જીવાભાઇ  (૭) સુરેશભાઇ બચુભાઇ (૮) સુખદેવભાઇ નાગદાનભાઇ એમ આઠ લોકો ને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે એક ભરત ધૈયાભાઇ આરોપી હાજર નહી મળી આવેલ જેની તાપસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે .જ્યારે પોલીસે આ રેઇડ દરમ્યાન રોકડા રૂ ૧,૯૩,૮૩૦ તથા નાલ ના રૂ.૭૮૦૦  તેંમજ મોબાઇલ નંગ-૩ કિ રૂ. ૭૫૦૦૦ તથા મો.ફોન નંગ-૮ કિ.રૂ ૪૧૦૦૦ મળી કુલ રૂ.૩,૧૭,૬૩૦ ના મુદામાલ પણ પકડવામાં આવ્યો છે

Related posts

યશદા સંસ્થાનાં ૨૮ લોકોનાં પ્રતિનિધી મંડળે ઘુંસીયાની મુલાકાત લીધી

aapnugujarat

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને બેઠકનુ આયોજન

editor

ચૂંટણીઓ પહેલાં CR પાટીલની અધ્યક્ષતામાં આજે સોશિયલ મીડિયા, આઈ.ટી વિભાગ તેમજ મીડિયા વિભાગની પ્રદેશ બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1