Aapnu Gujarat
Uncategorized

યશદા સંસ્થાનાં ૨૮ લોકોનાં પ્રતિનિધી મંડળે ઘુંસીયાની મુલાકાત લીધી

ગીર સોમનાથ તાલાળાના ઘુંસીયા ગામે આજે યશદા સંસ્થાના (યશવંત રાય ચૌહાણ વહીવટી વિકાસ સંસ્થા) ૨૮ લોકોના પ્રતિનિધી મંડળે મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધી મંડળે પ્રથમ ઘુંસીયા ગ્રામ પંચાયતની મુલાકાત લીધા બાદ પંચાયત દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ કામગીરીની જાણકારી મેળવી હતી. પંચાયત દ્રારા ગામમાં સફાઈ કામગીરી, ડસ્ટબીન વિતરણ અને સેવાના કામોથી આ પ્રતિનિધી મંડળ પ્રભાવિત થયું હતું.
યશદાના પ્રતિનિધી મંડળે પ્રા.શાળાની મુલાકાતની લઈ શાળામાં વિધાર્થીઓને સરળ રીતે આપવામાં આવતા શિક્ષણની સ્થિતિ પણ મેળવી હતી અને વિધાર્થીઓને ઉદાહરણની સાથે સહેલી રીતે શિક્ષણ કેમ આપી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સખી મંડળની મુલાકાત લેવાની સાથે સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવતી હસ્તકલાની વસ્તુઓ નિહાળી હન અને આ હસ્તકલાની વસ્તુ કઈ રીતે ઓછા ખર્ચે બનાવી શકાય તે અંગે પણ ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને આંગણવાડીની મુલાકાત લેવાની સાથે દૂધ મંડળી અને આંગણવાડીની કામગીરીની રૂપરેખા મેળવી નાના બાળકોના ઉછેરમાં માતા-પિતા, પરિવાર અને ત્યારબાદ આંગણવાડીની બહેનોનો મુખ્ય ફાળો રહેતો હોય છે જેથી આંગણવાડીમાં આવતાં બાળકોને રમતની સાથે તેમનો બાળપણમાં કઈ રીતે ઉછેર કરવો તે અંગે સમજણ આપી હતી.
આ મુલાકાત દરમ્યાન યશદાના પ્રતિનિધી મંડળે ઘુંસીયા ગામની કામગીરી દૃષ્ટાંતરૂપ છે તેમ જણાવી કહ્યું કે, સરપંચ જીવાભાઈ રામની આગેવાનીમાં આ ગામમાં વિકાસના ખુબ સારા કામો કરવાની સાથે સેવાકિય કામો પણ કરવામાં આવી રહ્યા છે અને સાથોસાથ જરૂરીયાતમંદ લોકોને પણ પંચાયત મદદ કરે છે. ગુજરાતની મોટાભાગની પંચાયતો છેલ્લા છ-સાત વર્ષથી ઈ-ગ્રામ સેવાથી જોડાયેલી છે જેથી ઘુંસીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તુરંત ૭/૧૨ ની નકલ, જન્મ-મરણના દાખલા કાઢી આપવામાં આવે છે, જેથી અરજદારોને તાલુકા પંચાયતે જવું પડતું નથી. ઘુંસીયા ગામ ખરા અર્થમાં પ્રેરણાદાયક ગામ છે અને ગામને વ્યસન મુક્ત બનાવવા પર ભાર મુક્યો હતો.
યશદા પ્રતિનિધી મંડળમાં જયશ્રી બાલાસાહેબ ફાલકે, શ્રી સંદીપ કોહીનકર અને અનીલ પંઢરે સહિત ૨૮ લોકોનાં પ્રતિનિધી મંડળ, ડી.આર.ડી. ડાયરેકટરશ્રી સંજય કે મોદી તેમજ તલાટીમંત્રીશ્રી અસ્મિતાબેન ઝાલા, પંચાયતના સભ્યો સર્વેશ્રી વિનોદભાઇ ચારીયા, શાંતાબેન બાંમણીયા, મણીબેન ચાંડેરા, મણીબેન સોલંકી, દેવજીભાઇ ગોહીલ, નારણભાઇ ચાવડા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
યશદા પુણે સ્થિત મહારાષ્ટ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓના ક્ષમતા વર્ધન માટે નોડલ એજન્સી છે જેમાં રાજ્ય સરકારશ્રી દ્રારા ચાલતા RGCA કાર્યક્રમ અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનીધીઓ અને સરકારી અધિકારીઓ કુલ મળીને ૨૮ વ્યક્તિઓના પ્રતિનિધી મંડળે ઘુંસીયા ગામની મુલાકાત લીધી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

राजकोट-मोरबी का संयुक्त कृषि महोत्सव गोंडल में हुआ

aapnugujarat

સોમનાથ ટ્રસ્ટનું પર્યાવરણ જતન ક્ષેત્રે આગવું પગલું

aapnugujarat

રાજકોટ વોર્ડનં ૧૦માં રૂ.૯.પ૬ કરોડના ખર્ચે બનનારા કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1