Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટ સત્ર તોફાની બનવાના સ્પષ્ટ એંધાણ : નીરવ મોદી કાંડ ચમકશે

પાંચમી માર્ચથી શરૂ થઇ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં ભારે ધાંધલ ધમાલ થવાની પુરી સંભાવના દેખાઇ રહી છે. બીજા તબક્કામાં અનેક મુદ્દાને લઇને કોંગ્રેસ પાર્ટી લડાયક મુડમાં છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ સત્રના બીજા તબક્કામાં હાલમાં સમગ્ર દેશને હચમચાવી મુકનાર પીએનબી કોંભાડ, નીરવ મોદી પ્રકરણ અને અન્ય બેકિંગ કાંડને લઇને જોરદાર હોબાળો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ સંકેત આપી ચુકી છે કે આ વખતે તે લડાયક રીતે આ મુદ્દાને ઉઠાવશે. સાથે સાથે સરકાર પાસેથી જ આ સંવેદનશીલ મુદ્દા પર સ્પષ્ટીકરણની માંગ પણ કરશે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યુ છે કે બેંક કોંભાડને લઇને દરરોજ નવી નવી વિગતો સપાટી પર આવી રહી છે. આવી સ્થિતીમાં ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ખેંચતાણ નિશ્ચિત દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીના સભ્યો બેંક કોંભાડના મામલાને ટુજી કોંભાડની જેમ જ ચગાવવા માટે તૈયાર છે. કોંગ્રેસ આ મુદ્દાને લઇને જેપીસી તપાસની માંગ કરી શકે છે. આને લઇને કોંગ્રેસે બીજા રાજકીય પક્ષોનો સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. તે અન્ય વિરોધ પક્ષોને સાથે લઇને સરકારને જોરદાર રીતે ભીંસમાં લેવા અને તેના પર દબાણ વધારી દેવા માટે ઇચ્છુક છે. અત્રે નોંધનીય છે કે ટુજી મામલાને લઇને ભાજપે વર્ષ ૨૦૧૦માં શિયાળુ સત્રમાં જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેપીસી તપાસની માંગને લઇને ભાજપે એ વખતની યુપીએ સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. વિપક્ષના જિદ્દી વલણના કારણે સમગ્ર સત્ર ધોવાઇ ગયુ હતુ. કોંગ્રેસ પાર્ટી પણ બેકિંગ કોંભાડને લઇને હવે આવી જ રણનિતી બનાવવા પર મક્કમ છે. કોંગ્રેસના એક સાંસદે નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કે આ વખતે સત્ર ચાલે તેવી શક્યતા ઓછી છે. કારણ કે આ મામલો ખુબ ગંભીર મામલો છે. આ મામલો સીધી રીતે દેશના અર્થતંત્ર સાથે જોડાયેલો છે. બેકિંગ સિસ્ટમ સાથે પણ આ મામલો જોડાયેલો છે. કોંગ્રેસ પાર્ટીએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે બેકિંગ કોંભાડને લઇને તેમની પાર્ટીના સભ્યો મૌન રહેશે નહી. આ સંબંધમાં પાર્ટીના મનિષ તિવારીએ કહ્યુ છે કે કોંગ્રેસ સહિત બાકી વિપક્ષી દળો અને એવી તમામ રાજકીય પાર્ટીઓ જે પાર્ટીઓને ભારતીય બેકિંગ વ્યવસ્થાને લઇને ચિંતા છે. રાજકીય પાર્ટીઓ આ મામલે સંપૂર્ણરીતે સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગનાર છે. તિવારીએ કહ્યુ છે કે વાત માત્ર નીરવ મોદી અને રોટોમેકની નથી. બલ્કે બેકિંગ વ્યવસ્થાની હાલમાં જે હાલત છે તે અંગે તમામ બાબતો જાહેર થઇ જતી નથી ત્યાં સુધી આ મામલાને છોડી શકાય નહી. કોંગ્રેસે સંકેતો આપ્યા છે કે આગામી સત્રનો તબક્કો શરૂ થાય ત્યાં સુધી સરકારની પાસે સમય છે. તે આ મમાલે તમામ વાસ્તવિક બાબતો અને અન્ય પાસાઓ દેશની પ્રજાની સમક્ષ મુકી શકે છે. જો આવુ થશે નહી તો કોંગ્રેસ પાર્ટી આ લડાઇને આગળ વધારશે. તિવારીએ કહ્યુ હતુ કે આગળ ખુબ મોટી લડાઇ છે. સરકારને હવે આના માટે સાવધાન થઇ જવાની જરૂર છે. તેમણે કહ્યુ હતુ કે સરકાર આને લઇને માત્ર વિપક્ષી દળોના જ સંપર્કમાં નથી બલ્કે એવા પક્ષોના પણ સંપર્ક કરવામાં આવી રહ્યા છે જે એનડીએના ઘટક છે પરંતુ જુદા જુદા મુદ્દાને લઇને નાખુશ છે. સંસદના બન્ને ગૃહોમાં મોદી સરકારને ભીંસમાં લેવા માટેની તૈયારી કરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે આવનાર સમયમાં વિપક્ષ જેપીસીની માંગ પણ કરી શકે છે. શ્વત પત્ર માટેની માંગ પણ કરી શકે છે. શ્વેત પત્રને લઇને પણ વાતચીત ચાલી રહી છે. બજેટ સત્રના બીજા તબક્કામાં અન્ય મુદ્દા પણ રહેલા છે જે જોરદાર હોબાળો મચાવી શકે છે. કાશ્મીરમાં ત્રાસવાદી ઘટનામાં હાલમાં એકાએક થયેલા વધારા અને પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ વિરામના સતત ભંગનો મુદ્દો પણ ઉઠાવાશે. સરહદી સુરક્ષા અને જસ્ટીસ લોયાના મોત જેવા મામલાને લઇને પણ ચર્ચા જામે તેવી શક્યતા છે.

Related posts

મન કી બાત : પ્લાસ્ટિક-પોલિથિનને છોડી દેવા મોદીનું સુચન

aapnugujarat

ભારતીય મિસાઈલ ટેકનોલોજીમાં અનેક દેશોને રુચિ : રક્ષાપ્રધાન

aapnugujarat

૨૧મી ફેબ્રુઆરીએ અયોધ્યામાં શિલાન્યાસની શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1