Aapnu Gujarat
Uncategorized

રાજકોટ વોર્ડનં ૧૦માં રૂ.૯.પ૬ કરોડના ખર્ચે બનનારા કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત સંપન્ન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦ યુનિવર્સિટી રોડ ખાતે રૂ.૯.૫૬ કરોડના ખર્ચે બનનારા અદ્યતન કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સંપન્ન થયું હતું. સંપૂર્ણ વાતાનુકુલીત અંદાજીત ૧૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા કોમ્યુનટી હોલના ખાતમુહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજકોટમાં પંદર જેટલા કોમ્યુનિટી હૉલ હતા. પરંતુ યુનિવર્સિટી રોડ ઉપર પ્રાઇમ લોકોશેનમાં પણ ત્રણ માળનો એરકંન્ડિશનર કોમ્યુનિટી હોલ બનશે, જેનાથી સામાન્ય માણસ પણ પોતાના લગ્ન, સગાઇ, સીમંત સહિતના પ્રસંગો નજીવા દરે કરી શકશે.

રાજય સરકાર જયાં માનવી ત્યાં સુવિધાનો અભિગમ સાથે વિકાસકામો કરી રહી છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા ૩૬૫ દિવસમાં કરેલ ૩૭૫ પ્રજાલક્ષી નિર્ણયોની વાત જણાવી કહ્યું હતું કે, નર્મદાનું પાણી રાજકોટ લઇ આવી હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. રાજકોટ શહેર વર્લ્ડકલાસ રહેવા લાયક બની રહે તે માટે રાજકોટ શહેરમાં બનનારા ઇન્ટરનેશનલ એરપોર્ટ, અદ્યતન બસ સ્ટેન્ડ, રાજકોટ-અમદાવાદ રોડ સીકસલેન, ૮ માળની બનનારી જનાના હોસ્પિટલ, ફોરલેન બનનારા રાજકોટ-મોરબીના કામોની માહિતી આપી મુખ્યમંત્રીશ્રીએ રાજકોટની સમસ્યાનો ટુંક સમયમાં અંત આવશે તેમ જણાવ્યુ હતું.

ગુજરાતની જનતાના સપના પૂરા કરવાની સાથે રાજકોટની જનતાના પ્રશ્નોના નિરકારણ લાવી રાજકોટ ઉપર હેત વરસાવ્યુ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરને રહેવા માટે વર્લ્ડ કલાસ સિટી બનાવવાની નેમ વ્યકત કરી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીએ લોકો વચ્ચે જઇ પ્રજાજનોના ખબરઅંતર પૂછી શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કોમ્યુનિટી હોલમાં દરેક ફલોર પર ડાઇનીંગ હોલ, કીચન વોશીંગ, લિફટ-ર, સેલર પાર્કિગ, ૧૬ ટાયલેટ-બાથ સહિતની સુવિધા ઉપલબ્ધ હશે. ત્રણ માળના કોમ્યુનિટી હોલમાં પ્રથમ માળે ૧૦૦૦ વ્યક્તિ જમી શકે તેવો ડાઇનીંગ હોલ, બીજા માળે ૧૫૦૦ લોકોનું ફંકશન થઇ શકશે તો ત્રીજા માળે લોકોના રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે.

આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, મેયર ડૉ. જૈમિનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, અગ્રણી સર્વશ્રી શ્રીમતી અંજલિબેન રૂપાણી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી,  કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, નગરસેવકો તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથીએ સાળંગપુરમાં ઉમટ્યો ભક્ત મહેરામણ

aapnugujarat

લીંબડી તાલુકાના ભલગામડા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

editor

અડાલજ ખાતે ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી,27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1