Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સીસીટીવી કેમેરા કરવામાં આવ્યા કાર્યરત

ગીર સોમનાથ જિલ્લાનું વડુમથક અને મુખ્યમથક વેરાવળ છે .વેરાવળમા વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે જયા દેશ વિદેશ થી લાખો શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે . વેરાવળમા એશીયાનુ નામાંકિત સૌથી મોટુ બંદર પણ આવેલ છે ફીશીંગ ઉધ્યોગ મોટો છે .  આ સહીતના સંજોગો તેમજ ભૂતકાળમા વેરાવળમા કોમ્યુનીટી બનાવો પણ બનેલ છે આ સહીતના સંજોગોને ધ્યાને લઈ વેરાવળમા સીસીટીવી કેમેરા લાગેલા જ હતા જે હવેથી કાયઁરત કરી દેવાયા છે જેમા ટાવરચોક તેમજ મુખ્ય બજારો અને મુખ્ય જગ્યાઓ પર કેમેરા લગાવવામા આવ્યા છે અનેક એવી જગ્યાઓ હતી જયા અમૂક ગુન્હાઓ કરી ગુન્હેગારો છટકી જતા હતા તે જગ્યા પર રીચસઁ કરી અને 14 જેટલા કેમેરા ઓ લગાડી દેવામા આવ્યા છે.વેરાવળ શહેરમા અનેક એવા ગુન્હાઓ બન્યા જેમા રહેણાક વિસ્તારમા ઘરફોડ ચોરી હોય , લૂટ,  ફાયરીંગ,  મડઁર સહીતના બનાવો ને અંજામ કેમેરાના માધ્યમથી જ મળ્યા છે જો કેમેરા ન હોત તો આ બનાવો હજુ પણ ડીટેકટ ન થયા હોત . તેમજ સરકારની ગાઇડ લાઇનમુજબ  માસ્ક, સીટ બેલ્ટ, હેલ્મેટ ,નંબર પ્લેટ , 3 સવારી સહીતના વાહનચાલકો છે તેમને ઇ મેમો આવતા અને તેમનો દંડ ભરવા વેરાવળથી 15 કિમી દૂર ઇણાજ ખાતે જવુ પડતુ હતુ તે હવેથી વેરાવળ ટ્રાફિક પોલીસ કચેરીથી ભરી શકશે આમ કાયદો અને વ્યવસ્થા જળવાઇ,  ગુન્હેગારો ગુન્હાઓ કરતા અટકે અને લોકોની સલામતી જળવાઇ રહે તે માટે રાજ્ય સરકારની યોજનાઓ થી ગીર સોમનાથ જિલ્લો પણ સજજ બન્યો છે

કેમેરાના માધ્યમથી લોકો ઇ મેમો નો ભોગ બને એના કરતા એક જાગૃત નાગરિક  તરીકે લોકો પોતાની જાતે જ તમામ કાયદાઓનુ પાલન કરે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા  લોકો તેમજ રાજકીય ,સામાજીક લોકો પોલીસને સહકાર આપે તે પોલીસનો મુખ્ય ઉદ્દેશ છે

Related posts

सितंबर में मारुति की बिक्री 31 प्रतिशत बढ़ी

editor

Coronavirus wreaks havoc in China, Death toll rises to 563

aapnugujarat

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1