Aapnu Gujarat
National

NCBની રડાર પર સ્ટાર કિડ્સ, નવું નામ આવ્યું સામે

NCBની રડાર પર બોલીવુડ કિડ્સ છે. ક્રુઝ રેડ બાદ આર્યન ખાન સાથે અન્યોની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે આર્યનના ફોનમાંથી શંકાસ્પદ ચેટ મળી આવી છે.જેનાથી બોલીવુડના ઘણા સ્ટાર કિડ્સ શંકાના ઘેરામાં છે.તેમના નામ પણ આ કેસમાં સંડોવાયેલા હોવાની શંકા છે.ત્યારે ગત રોજ અનન્યા પાંડેને NCB દ્વારા સમન્સ પાઠવાયું હતું.અને ૨ કલાક પુછતાછ કરાઈ હતી.આજ ફરી અનન્યા NCB ઓફીસ પહોચી હતી. જ્યાં NCB દ્વારા આર્યન અને તેની ડ્રગ્સ ચેટ વિશે પુછતાછ કરવામાં આવી હતી.જેમાં અનન્યા એ એનસીબીને જણાવ્યું હતું કે, તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. તે આર્યન સાથે મજાક કરતી હતી. આ ચેટથી ઘણા ખુલાસા થયા છે. ત્યારે હવે બીજું એક નવું નામ સામે આવ્યું છે.જેમાં અનન્યાની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર શંકાના ઘેરામાં છે. આર્યન ખાનના નજીકના મિત્રો શંકાના ઘેરામાં છે.શનાયા કપૂર NCBની લિસ્ટમાં સામેલ થઇ છે.NCB દ્વારા શનાયા કપૂરને સમન્સ પાઠવી શકે તેમ છે   

Related posts

એક જ દિવસમાં રસીકરણનો રેકોર્ડ

editor

આસામ કોવિડ કેર સેન્ટરના ભાગ રૂપે 1500 કોચનો ઉપયોગ કરશે

editor

9 તારીખે રાષ્ટ્રપતિ કેવડીયા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સમાં આપશે હાજરી, ન્યાયધીશો રહેશે હાજર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1