Aapnu Gujarat
National

9 તારીખે રાષ્ટ્રપતિ કેવડીયા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સમાં આપશે હાજરી, ન્યાયધીશો રહેશે હાજર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન મધ્યસ્થીકરણ ( Mediation) અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૯ અને ૧૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમાં હાજરી આપશે.

૯ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ મધ્યસ્થીકરણ વિષય પર ત્રણ સત્રો યોજાશે. જ્યારે ૧૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. ડો. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના અધ્યક્ષશ્રી “ ફ્યૂચર ઓફ જસ્ટીસ – ટેકનોલોજી
અને જ્યૂડિશિયરી” વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે.

આ સાથે આ વિશેષ પ્રોગ્રામમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના મંત્રી કિરણ રિજિજુ
અને જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ વિક્રમ નાથ અને માનનીય જસ્ટીસ બેલા એમ. ત્રિવેદી – સર્વોચ્ચ
અદાલતના ન્યાયાધીશઓ પણ આ કોન્ફરન્સમાં વિશેષ અતિથીઓ તરીકે ઉપસ્થિત રહેશે.
તેઓ વિવિધ વિષય ઉપર પોતાના અનુભવ અને વિચારો દ્વારા આમંત્રિત મહેમાનોને લાભાન્વિત કરશે. ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના માનનીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉદઘાટન કાર્યક્રમાં હાજરી આપશે.

Related posts

કર્ણાટકમાં બે અઠવાડિયા નું લોકડાઉન જાહેર

editor

બંગાળમા માર મારવાથી વૃધ્ધ મહિલાનુ મોત

editor

Entry Of Foreign Universities In India, Know What UNESCO Reported?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1