Aapnu Gujarat
ગુજરાત

નરેશ પટેલ સીએમ ચહેરો…PK બનાવશે રણનીતિ

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આટલુ જ નહી કોંગ્રેસ નરેશ પટેલને ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો પણ બનાવી શકે છે.

કહેવામાં આવે છે કે પ્રશાંત કિશોર વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા માટે કોંગ્રેસ સાથે આવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થશે. નરેશ પટેલને ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો બનાવીને કોંગ્રેસ પાટીદારોના મત અંકે કરવા માંગે છે.

ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી ભાજપને ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ. એવામાં કોંગ્રેસ ફરી એક વખત આ વિસ્તારમાં ભાજપને હરાવવાની રણનીતિ બનાવી રહ્યુ છે. જેની હેઠળ પાર્ટી નરેશ પટેલ પર મોટો દાંવ રમી શકે છે.

ગુજરાતમાં પાટીદારોમાં બે સમુદાય છે કડવા અને લેઉવા. નરેશ પટેલ લેઉવા સમાજમાંથી આવે છે. જોકે, બન્ને સમુદાયમાં નરેશ પટેલની સારી પકડ માનવામાં આવે છે. નરેશ પટેલના કોંગ્રેસમાં સામેલ થયા બાદ પાર્ટીને સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠક પર ફાયદો થઇ શકે છે.

કહેવામાં આવે છે પ્રશાંત કિશોરે કોંગ્રેસ માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધુ છે. પ્રશાંત કિશોરની ટીમ સર્વે પણ કરી રહી છે. કોંગ્રેસના સૂત્રોની માનીએ તો નરેશ પટેલ અને અશોક ગહેલોત સાથે પ્રશાંત કિશોરની રાજસ્થાનમાં બેઠક મળી હતી. માનવામાં આવે છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતમાં સીએમ ચહેરો જાહેર ના કરવામાં આવે પરંતુ ચૂંટણી પછી પરિણામ કોંગ્રેસના પક્ષમાં આવ્યા બાદ તેમણે સીએમ બનાવવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યુ છે, જેને લઇને બન્ને પક્ષમાં વાતચીત ચાલી રહી છે.

કોણ છે નરેશ પટેલ?

નરેશ પટેલ ગુજરાતના પ્રભાવશાળી પાટીદાર સમાજમાંથી આવે છે. તે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. કોંગ્રેસ નરેશ પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડી 28 વર્ષ પછી સત્તામાં પરત ફરવાની યોજના બનાવી રહી છે. પાર્ટીના સુત્રો અનુસાર નરેશ પટેલની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા પણ થઇ ગઇ છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની આસપાસ તે કોંગ્રેસમાં સામેલ પણ થઇ શકે છે, તેમણે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની કમાન પણ સોપવામાં આવી શકે છે.

Related posts

૧૨ ડિસેમ્બરે મોટેરા સ્ટેડિયમમાં નવા મંત્રીઓની શપથવિધિ થશે

aapnugujarat

કડીમાં બે યુવતીઓ ઉપર દુષ્કર્મની આશંકા

aapnugujarat

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે વર્ષ 2018 ના થયેલા લૂંટનો ભેદ ઉકેલાયો

editor

Leave a Comment

UA-96247877-1