Aapnu Gujarat
ગુજરાત

ઓમ સેવાધામ સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયા

સુરેશ ત્રિવેદી, ભાવનગર

જન્માષ્ટમી નિમિત્તે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા વર્ષ:૨૦૨૧ ના વર્ષ દરમિયાન ભાવનગર પોલીસ કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ ‘વડિલોને દ્વારે કૃષ્ણ પધારો’ કાર્યક્રમમાં વિશેષ સેવા બદલ કુલ ૬૪ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

દેશમાં સૌથી નાની વયના આઈ.પી.એસ ઓફિસર તથા ભાવનગર મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સફિન હસને  પોતાના મનનીય વક્તવ્યમાં જણાવ્યું કે, કૃષ્ણ એક એવાં ભગવાન છે કે જેઓ ૨૧ મી સદીમાં પણ એટલાં જ પ્રસ્તુત, પથદર્શક અને પ્રાસંગિક છે.જેટલા તેઓના અવતરણ સમયે હતાં અને આવનારા સમયમાં પણ રહેશે. 

યુવા રોલમોડેલ આઈપીએસ ઓફિસર સફિન હસને વધુમાં કહ્યું હતું કે, કૃષ્ણને જગત ગુરુ કહેવામાં આવ્યાં છે. જીવન કેમ જીવવું તે તેમના જીવનના દરેક પ્રસંગમાંથી શીખવા મળે છે. 

ભગવાન કૃષ્ણના જીવનમાં અનેક દુઃખ દર્દ હતાં. છતાં,  તેઓ હસતા મુખે તમામ પરિસ્થિતિને સ્વીકારી આગળ વધતાં રહ્યાં. ક્યારેય તેઓએ વિષાદને પ્રદર્શિત થવા દીધો નથી. હંમેશા તેઓ હસતાં રહ્યાં અને આગળ વધતાં રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે, જીવન દરમિયાન તેઓએ અસંખ્ય ત્યાગ કર્યા છે. માતા પિતા હોય કે ગોકુળ, રાધા હોય કે દ્વારિકા ત્યાગ જ કર્યો છે. આ વાતને ટાંકતાં એ.એસ.પી.એ કહ્યું કે, પોલીસે પણ કૃષ્ણ પાસેથી ઘણું શીખવા જેવું છે. 

રાષ્ટ્ર, વતન, કર્તવ્ય, સુરક્ષા અને ફરજ પાલન માટે પોલીસે પણ કૃષ્ણને અનુસરવા રહ્યાં. કૃષ્ણ ત્યાગની મૂર્તિ છે, બાલ્યાવસ્થા થી લઈ પ્રૌઢ તમામ વયે તેઓએ સમાજને અલગ – અલગ શીખ અને સમજણ આપી છે તેમ તેમણે જણાવ્યું હતું.

Related posts

केंद्र द्वारा प्रभावी निर्णयों की वजह से भारतीय अर्थतंत्र में नई तेजी का संचार हुआ : रुपाणी

aapnugujarat

બેડદા પાસેથી બે શખ્સ દારૂ સાથે પકડાયા

aapnugujarat

વંથલી તાલુકાનાં ઘંટીયા ગામનાં દલિત મહિલા અને તેનાં પુત્ર સાથે ખરાબ વર્તન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1