Aapnu Gujarat
ગુજરાત

બેડદા પાસેથી બે શખ્સ દારૂ સાથે પકડાયા

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના બેડદા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેડદા ખાડી પાસે પકડાયેલ અશ્વિન સીંગાભાઇ વસાવા (રહે.વાડવા અક્કલ ટેકરી ફળીયુ) પોતાની બાઈક પર આરોપી છગન શાંતીલાલભાઇ વસાવા (રહે.વાડવા)ની સાથે ગેરકાયદેસર વિદેશી દારૂના ક્વાટરીયા નંગ-૩૮૪ કિં.રૂ.૩૮,૪૦૦/- નો મુદામાલ તેમજ એક મોબાઇલ કિં.રૂ.૫૦૦/- તેમજ રાકેશભાઇ ગંગારામભાઇ વસાવા (રહે.વાડવા નિશાળ ફળીયુ)ને બાઈક નંબર જીજે૨૨એલ૪૯૭૩ (કિં.રૂ.૫૦,૦૦૦)ની ઉપર પાયલોટીંગ કરી પકડાઇ જઇ તેમજ આ ઈંગ્લિશ દારૂ મહારાષ્ટ્રના તીન ખૂણીયા ગામે રહેતો “ભૂરો” પાસેથી લાવ્યા હોય કુલ કિં.રૂ.૧,૦૮,૯૦૦/- નો મુદ્દામાલ લઇ આવતા પકડાઇ જઇ ગુનો કર્યો જ્યારે અન્ય બે પૈકી છગન વસાવા રહે.વાડવા તથા ભૂરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

ડભોઇના ખેડૂતોએ એમએસપીના કાયદાની અવગણના બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

editor

૨૨મી સપ્ટેમ્બરથી યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે

aapnugujarat

ગૃહમંત્રી રાજનાથસિંહને વડોદરા વિમાની મથકે કલેકટર અને પોલીસ કમિશનરશ્રીએ આવકાર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1