Aapnu Gujarat
ગુજરાત

ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગાર તથા ગેરકાયદેસ હથિયારોને લગતાં કેસો કરવા, વધુમાં વધુ નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા,માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવી વિગેરે સુચનાઓ આપેલ હતી.

જે સુચના અન્વયે એલ.સી.બી. સ્ટાફનાં માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ.,અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, રાજન સુલેમાન નથવાણી રહે.મુળ ગામ વંથલી જી.જુનાગઢ હાલ- ચમારડી ગામની સીમમા માલુભા દરબારની હોટલ ની પાછળ વાડી વિસ્તારમા ગેરકાયદેસર જામગરી બંદુક રાખી ઉભેલ છે.જે ચોક્કસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં રાજન સુલેમાન નથવાણી જાતે. ડફેર ઉ.વ.૩૫ રહે. મુળ ગામ વંથલી જી.જુનાગઢ હાલ ચમારડી ગામની સીમ મા માલુભા દરબારની હોટલ ની પાછળ વાડી વિસ્તારમા તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળો દેશી જામગરી બંદુક નંગ:-૦૨ સાથે મળી આવેલ. તેની પાસે આ જામગરી અંગે કોઇ પરવાનો નહિ હોવાથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તેને હસ્તગત કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ કોન્સ.અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, પો. કોન્સ. બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર હારિતસિંહ ગોહીલ વિગેરે માણસો જોડાયા હતાં.

Related posts

કટોસણ સ્ટેટના યુવરાજ ધર્મપાલસિંહજીનો રાજ્યાભિષેક યોજાયો

aapnugujarat

गुजरात के 4 विधायको ने दिया इस्तिफा, सासंद के चुनाव जितकर गये दिल्ली

aapnugujarat

सूरत में पीट-पीटकर युवक की हत्या

editor

Leave a Comment

UA-96247877-1