Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે ૭૫ મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કાર્યક્રમનુ આયોજન કરાયુ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ ને તેઓની સંસ્થા તરફ થી રાષ્ટ્ર ના ૭૫ મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે લોક જાગૃતિ કેળવવા ના હેતુ થી કાર્યક્રમ નુ આયોજન કરવા સુચનાઓ મળી હતી.  જે અન્વયે PLV ટીમ ના શ્રી અનિલ કક્કડ, જયરામ સોની, દિનેશ દવે અને કાંતિલાલ પટેલ ના સંયુક્ત પ્રયાસો થકી ૨૭-૦૮-૨૦૨૧ના રોજ સેક્ટર– ૪, જાહેર બગીચામા, ગાંધીનગર ખાતે એક જાહેર મીટીંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નિવૃત સરકારી અધિકારીઓ ની ઉપસ્થિતિમા મુખ્ય વક્તા તરીકે શ્રી અનિલ કક્કડએ પોતાના સંબોધનમા જણાવ્યા હતુ કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાની જાતને ખપાવી દેનારા, દેશને નેતૃત્વ આપનાર તમામ મહાન વિભૂતિઓ જેવા કે ૧૮૫૭ ની ક્રાંતિના મંગલ પાંડે, તાત્યા ટોપે, રાની લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, સુભાષ ચંદ્ર બૉઝ, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાનાયકો  ને યાદ કરી આપણે તેમનો જીવન ઇતિહાસ દેશ સમક્ષ પહોંચાડવાનો છે. આ લોકોની જીવનગાથાઓ, એમનાં જીવનનો સંઘર્ષ, આપણા સ્વતંત્રતા  આંદોલનની ચઢતી પડતી , આપણી આજની પેઢીને જીવનનો દરેક પાઠ શીખવશે.

વધુમા શ્રી કક્કડએ ઉમેર્યુ હતુ કે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આંદામાનની સેલ્યુલર જેલ, મુંબઈનું ઑગસ્ટ ક્રાંતિ મેદાન, પંજાબનો જલિયાંવાલા બાગ ના બનાવો  ને યુવા પેઢી ભૂલી ન જાય તે માટે નો છે. કોઇ રાષ્ટ્રનું ભવિષ્ય પણ ત્યારે જ ઉજ્જવળ રહે છે જ્યારે તે પોતાના અતીતના અનુભવો અને વારસાના ગર્વ સાથે ક્ષણ-ક્ષણ જોડાયેલું રહે. ભારતની પાસે તો ગર્વ લેવા માટે અપાર ભંડાર છે, સમૃદ્ધ ઈતિહાસ છે, ચેતનામય સાંસ્કૃતિક વારસો છે. ટીમના અન્ય વક્તા ઓ શ્રી જયરામ સોની, દિનેશ દવે અને કાંતિલાલ પટેલ એ મિલ્ક્ત નુ વસિયત નામુ, અંગદાન, જીવન દાન, મહિલાઓ ના સ્વાસ્થય વિગેરે મુદ્દાઓ ઉપર પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. યોગા ટ્રેનર આશા મેહતા અને તેની ટીમ દ્વારા છેક સુધી સાકારત્મક સહકાર આપવામા આવ્યો હતો. મીટીંગ પુરી થયા બાદ હાજર નાગરિકો એ હાથમા બેન્નર અને પેમ્ફલેટ સાથે “ ભારત માતા કી જે ”,  “ આઝાદ ભારત અમર રહો “ અને “વંદે માતરમ“ ના નારા લગાવી રાષ્ટ્ર ગીત ના ગુંજન સાથે દેશ પ્રત્યે ની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Related posts

સનાથલથી ૧૬.૩૯ લાખનો વિદેશી દારૂ કબજે

aapnugujarat

અમદાવાદમાં પત્નીએ કરી પતિની ક્રુર હત્યા

aapnugujarat

ગુજરાતમાં માવઠાની આગાહી, આગામી પાંચ દિવસ વરસાદની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1