Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં માવઠાની આગાહી, આગામી પાંચ દિવસ વરસાદની વકી

સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય છે. શિયાળાનો અંત નજીક હોય છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં મોસમનો અલગ મિજાજ જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં જ કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો અને રાજ્યના કેટલાક ભાગમાં તો તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે આ વર્ષે ઉનાળા દરમિયાન ગુજરાતનું તાપમાન સામાન્ય કરતાં 1-2 ડિગ્રી વધારે રહેશે.

સોમવારે 39 ડિગ્રી સેલ્સિઅસ તાપમાન સાથે સુરત રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. જ્યારે નલિયા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે, આ તાપમાન પણ સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ નોંધાયું હતું. શહેરનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિઅસ હતું અને તે પણ સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધારે હતું.

ગુજરાતના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ એટલે કે 18 માર્ચ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજથી એટલે કે મંગળવારથી દક્ષિણ ગુજરાતમાં અને બુધવારથી અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે, સૌરાષ્ટ્રમાં હવામાન સાફ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

ગુજરાતમાં ઉનાળો આકરો રહેશે કે કેમ તે વિશે વાત કરતાં ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું, “આ વખતે ઉનાળા દરમિયાન સામાન્ય કરતાં થોડું ઊંચું તાપમાન રહેશે. મતલબ કે, સામાન્ય કરતાં 1-2 ડિગ્રી સેલ્સિઅસ વધુ તાપમાન રહી શકે છે. જોકે, આ મોડલ આગાહી છે અને તેમાં સમય જતાં ફેરફાર થઈ શકે છે.” કેરી પર કેવી અસર થશે? તે પ્રશ્નના જવાબમાં ડૉ. મોહંતીએ કહ્યું, “કેરીઓ પાકવા લાગી છે એવામાં હળવો વરસાદ નુકસાન પહોંચાડે તેવી સંભાવના નહીંવત્ છે. જોકે, પવનોના કારણે મુશ્કેલી થઈ શકે છે. જો પવનો હશે તો પણ તે ટૂંકાગાળા માટે હશે અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.”

Related posts

મગફળી ગોડાઉનમાં લાગેલ આગ મામલે ઉંડી ચકાસણી શરૂ કરાઈ : પ્રદીપસિંહ જાડેજા

aapnugujarat

ગુજરાતના ૫ નેશનલ હાઈવે અને ૧૫૩ સ્ટેટ હાઈવે બંધ

aapnugujarat

રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ શરૂ થશે

editor

Leave a Comment

UA-96247877-1