Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં H3N2 વાયરસથી 58 વર્ષીય વૃદ્ધાનું મોત

ગુજરાતમાં H3N2 વાયરસના દસ્તક દીધા બાદ પહેલું મોત થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના વડોદરા શહેરમાં એક 58 વર્ષીય મહિલાને બે દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. ડૉક્ટરોએ H3N2 વાયરસથી મોત થયુ હોવાની પણ પુષ્ટિ કરી છે. રાજ્યમાં H3N2 વાયરસથી પહેલું મોત થયુ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કારણે પહેલું મોત સુરતમાં થયુ હતુ. રાજ્યમાં H3N2 વાયરસના કેસ વધવાની સાથે કોવિડના કેસોમાં પણ વદારો થઈ રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતાં 58 વર્ષીય મહિલાને શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો હતા. એ પછી તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જે બાદ સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. આ વાતની જાણ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગે પણ સતર્કતા વધારી દીધી છે. મહિલાના પરિવારજનોના સેમ્પલ લેવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને અન્ય સભ્યો સંક્રમણથી દૂર રહે. જો કે, અન્ય સભ્યોમાં આ સંક્રમણ છે કે નહીં એની હજુ સુથી પુષ્ટિ થઈ શકી નથી.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞ કહી રહ્યા છે કે જો સૂકી ખાંસી અને શરીરમાં દુઃખાવો હોય અને એનાથી આરામ ન મળી રહ્યો હોય તો આવા વ્યક્તિએ H3N2ની તપાસ કરાવવી જોઈએ. શરદી, ખાંસી, તાવને હળવાશથી ન લેવા જોઈએ. આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર થવાથી તાવના કેસ સામે આવી રહ્યા છે, પરંતુ આ વર્ષે સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, નાકમાંથી પાણી નીકળવું, છાતીમાં દુઃખાવો, માથામાં દુઃખાવો, માંસપેશીઓ અને સાંધામાં દુઃખાવો, થાક લાગવો વગેરે આ વાયરસના સંક્રમણના મુખ્ય લક્ષણો છે. કોરોનાના કારણે ઈમ્યુનિટી નબળી થઈ ગઈ છે. ત્યારે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના બાદ ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારીઓ ઘટી જશે, પરંતુ વાયરલ સંક્રમણ વધી રહ્યું છે. જેનાથી શ્વસન તંત્રને અસર થાય છે.

Related posts

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમારદાસજી ખાકી બાપુની ગુરુમૂર્તી અનાવરણ અને ચરણ પાદુકાની સ્થાપના કરાઇ

aapnugujarat

વિરમગામ શહેરમાં કોવિડ-૧૯ અટકાયતી પગલાના ભાગરૂપે ફોગર મશીન દ્વારા સેનીટાઇઝેશન કરાયુ

editor

अहमदाबाद एयरपोर्ट के निजीकरण के विरूद्ध कर्मचारियों का विरोध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1