Aapnu Gujarat
ગુજરાત

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમારદાસજી ખાકી બાપુની ગુરુમૂર્તી અનાવરણ અને ચરણ પાદુકાની સ્થાપના કરાઇ

વિરમગામ શહેરના પોપટ ચોકડી પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી આશ્રમના મહામંડલેશ્વર રામ કુમારદાસ (ખાકી બાપુ)ની પ્રથમ  પુણ્યતીથિએ પંચમુખી હનુમાનજી  આશ્રમ પોપટ ચોકડી શ્રી પંચમુખી હનુમાનજી આશ્રમ મંદિર ખાતે મહામંડલેશ્વર કર્મવીર સ્વામી શ્રી રામકુમારદાસજી ખાકી બાપુની ગુરુદેવની મૂર્તિ તથા ચરણ પાદુકાની અનાવરણ વિધી કરવામાં આવી હતી. શનિવારે કથાની પોથીયાત્રા કાઢવામાં આવી હતી. કથાના મુખ્ય યજમાનનો લાભ પટેલ બળદેવભાઇ (ટ્રેન્ટ), પોથીજીના યજમાનનો લાભ કાંતાબેન કુંવરજી  ઠાકોર રામપુરા(ભંકોડા) લીધો હતો. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ અને બાપુની ગુરુમૂર્તી અનાવરણ વિધી તથા પાવન ચરણ પાદુકાની સ્થાપના સમારોહમા  મહંત શ્રી કેશવદાસજી મહારાજ ખાકી, પંડીત પવનકુમારદાસજી ખાકી અમદાવાદ, મહંત રઘુનાથદાસજી ખાકી બરોડા રઘુનંદનદાસજી ખાકી  વિરમગામ, રામમહેલ મંદિરના મહંત રામકુમારદાસજી બાપુ સહિત સંતો મહંતો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત 15 થી 18 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ દિવસે મંદિરના પટાંગણમા શ્રીમદ ભાગવત કથાની વ્યાસપીઠ પર રાજેન્દ્રપ્રસાદ  શાસ્ત્રી (કથાકાર)એ બિરાજી કથાનું રસપાન કરાવ્યું હતુ. કથા સમય સવારે 8.30 થી 11.30, બપોરે 2.30 થી 5.30 નો છે.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ખેડૂતોને રવિ સિંચાઈ માટે જરૂરિયાત જ મુજબ પાણી : નીતિન પટેલ

aapnugujarat

અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ, ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ દિવસની ઉજવણી

aapnugujarat

दक्षिण गुजरात में विभिन्न हिस्सों में बारिश का माहौल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1