Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્કૂલ-કોલેજની સાથે ઓફિસોમાં પણ વંદે માતરમ ગાવું ફરજિયાત કર્યું : મદ્રાસ હાઈકોર્ટનો આદેશ

મદ્રાસ હાઈકોર્ટે રાજ્યની તમામ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઝમાં સપ્તાહમાં એકવાર વંદેમાતરમ ગાવું ફરજિયાત કર્યું છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે, સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં સપ્તાહમાં એક વાર રાષ્ટ્રગીત વંદેમાતરમ્‌ ગવાવું જોઈએ. આ માટે સ્કૂલ કોલેજમાં સોમવાર અથવા શુક્રવારનો દિવસ રાખી શકાય છે. જ્યારે સરકારી ઓફિસ અને પ્રાઈવેટ કંપનીઓ, ફેક્ટરી અને ઈન્ડસ્ટ્રીઝમાં પણ મહિનામાં એક વાર વંદેમાતરમ્‌ ગવાવું જોઈએ.મદ્રાસ હાઈકોર્ટે વંદે માતરમ નહીં ગાનાર લોકો માટે કહ્યું છે કે, જેને રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવમાં કોઈ તકલીફ કે પરેશાની હશે તેમને ફરજ પાડવામાં નહી આવે પરંતુ તેનું કારણ તર્કપૂર્ણ હોવું જોઈએ. જજ એમ.વી મુરલીધરને કહ્યું છે કે, જો લોકોને રાષ્ટ્રગીત બંગાળી અથવા સંસ્કૃતિ ભાષામાં ગાવામાં તકલીફ પડતી હોય તો રાષ્ટ્રગીતને તમિલ ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે પણ પગલાં લેવામાં આવશે.
કોર્ટે તેમના આ નિર્ણયમાં એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે, જો કોઈને રાષ્ટ્રગીત ગાવવામાં તકલીફ પડતી હોય તો તેની સાથે જબરજસ્તી ન કરવામાં આવે. રાષ્ટ્રગીતના ટ્રાન્સલેશન માટે કોર્ટે કહ્યું છે કે, લોક સુચના અધિકારી વંદે માતરમને તમિલ અને અંગ્રેજીમાં કરીને ટૂંક સમયમાં જ સરકારી વેબસાઈટ્‌સ અને સોશિયલ મીડિયામાં શેર કરશે.વીરામણી નામના એક વિદ્યાર્થીએ રાજ્ય સરકારની નોકરી માટે પરીક્ષા આપી હતી, જેમાં તે એક નંબરથી ફેલ થયો હતો. ફેલ થવાનું કારણ એ હતું કે, વંદેમાતરમ ગીત કઈ ભાષામાં લખવામાં આવ્યુ છે, એ સવાલનો જવાબ ખોટો હતો. વીરામણીએ જણાવ્યું કે, વંદેમાતરમ ગીત બંગાળી ભાષામાં લખાયું હતું. જ્યારે કે બોર્ડની તરફથી તેનો સાચો જવાબ સંસ્કૃત બતાવ્યો હતો. તેથી વીરામણી નામના શખ્સે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને વંદેમાતરમ કઈ ભાષામાં છે તે સ્પષ્ટ કરવા કહ્યું હતું. ૧૩ જૂનના રોજ રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, રાષ્ટ્રગીત વંદેમાતરમ મૂળ રીતે સંસ્કૃત ભાષામાં હતું, પરંતુ તેને બંગાળી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ બાદ મદ્રાસ હાઈકોર્ટે વંદેમાતમને તમામ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઝમાં તેને ફરજિયાત કરાવાનો નિર્ણય આપ્યો હતો.

Related posts

હવામાન વિભાગે જાહેર કર્યું ચોમાસાનું પૂર્વાનુમાન

editor

लीक हुआ एसबीआई ग्राहकों का डेटा : रिपोर्ट

aapnugujarat

મન કી બાત : કુદરત સાથે સંઘર્ષનો રસ્તો માનવીએ પસંદ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1