Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત : કુદરત સાથે સંઘર્ષનો રસ્તો માનવીએ પસંદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૬મી વખત મન કી બાત કાર્યક્રમમાં દેશના લોકો સાથે જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં થાઈલેન્ડની ઘટના, હાલના સમયમાં ભારતીય રમત ગમતના ક્ષેત્રમાં હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ, લોકમાન્ય તિલક, ચંદ્રશેખર આઝાદ સહિતના વીરોના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી.
આ ઉપરાંત મોદીએ પંડરપુરની તિર્થયાત્રાનો પણ વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરીને માહિતી આપી હતી. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે માનવીના કારણે જ કુદરત સાથે સંઘર્ષ કરવાની ફરજ પડી રહી છે. માનવીએ કુદરત સાથે સંઘર્ષ કરવાનો રસ્તો પસંદ કર્યો છે. જેના પરિણામ સ્વરૂપે આજે કુદરત આપણાથી નારાજ છે. ઘણી જગ્યાએ વધારે વરસાદ, ઘણી જગ્યાએ ઓછો વરસાદ અને કેટલીક જગ્યાએ દુષ્કાળની સ્થિતિ આના લીધે જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીએ કવિ ગોપાલદાસ નિરજના અવસાનને લઈને પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે રમત ગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ભારતીયોની પ્રશંસા કરી હતી.
મોદીએ શરૂઆતમાં દેશમાં પડી રહેલા વરસાદનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કેટલીક જગ્યાઓએ સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએથી વધારે વરસાદને લઈને ચિંતાના સમાચાર આવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાંથી લોકોની વરસાદને લઈને ઉત્સુકતાના સમાચાર આવી રહ્યા છે. કેટલીક વખત ભારતની વિશાળતા, વિવિધતાને લઈને વરસાદ પણ પસંદ અને નાપસંદના રૂપમાં નજરે પડે છે. માનવી દ્વારા જ કુદરત સાથે સંઘર્ષનો રસ્તો પસંદ કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપે કુદરત નારાજ થવાના લીધે માઠા પરિણામ પણ આવી રહ્યા છે. મોદીએ પોતાના સંબોધનમાં પ્રકૃતિ પ્રેમી બનવા અને પ્રકૃતિના રક્ષણ કરવા માટે અપીલ કરી હતી. પોતાના સંબોધનમાં મોદીએ થાઈલેન્ડની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ૧૨ કિશોર ફુટબોલ ખેલાડીઓની એક ટીમને બચાવવા માટે જે રીતે દુનિયાના તમામ દેશો એક સાથે આવ્યા હતા તેમાંથી વિશ્વ સમક્ષ દાખલો બેસ્યો છે. કવિ ગોપાલદાસ નિરજના અવસાન ઉપર દુઃખ વ્યક્ત કરતા મોદીએ કહ્યું હતું કે નિરજનું હાલમાં જ અવસાન થયું છે. કવિ નિરજની એક વિશેષતા હતી કે તેઓ આશા, વિશ્વાસ, દ્રઢ સંકલ્પ અને પોતાના ઉપર વિશ્વાસ સાથે આગળ વધતા હતા. મોદીએ મન કી બાત કાર્યક્રમમાં નિરજ દ્વારા લખવામાં આવેલી કેટલીક કવિતાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. પંડરપુર યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અષાઢી અકાદશીના દિવસે પંડરપુરમાં જ એક યાત્રા કાઢવામાં આવે છે. જેના ભાગરૂપે પાલખીની સાથે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલતા નીકળી જાય છે. આ તિર્થયાત્રીઓ ભગવાન વિઠ્ઠલ અથવા તો પાડુંરંગના દર્શન માટે પહોંચે છે.
મોદીએ સંત પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પહેલી ઓગસ્ટના દિવસે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર વલ્લભાઈ પટેલ પણ તેમનાથી ખૂબ પ્રભાવિત હતા. મોદીએ સંબોધન વેળા માં ભારતીને સમર્પિત મહાપુરૂષોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અમદાવાદ નગરપાલિકામાં મેયર તરીકે ચુંટાઈ આવ્યા બાદ લોકમાન્ય તિલકના સ્મામરક માટે વિકટોરીયા ગાર્ડનની પસંદગી કરી હતી જે બાબત આજે પણ તમામને પ્રેરણા આપે છે. મોદીએ ૪૬મી વખત લોકો સાથે વાત કરી હતી.

Related posts

સીબીઆઈ – મમતા વિવાદ : પુછપરછ પહેલાં બંગાળના ઘણાં અધિકારી રાજીવની સહાયમાં

aapnugujarat

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ‘વેકસીન વોર’

editor

રેલ મંત્રાલય દ્વારા સ્ટેશન પર બાર કોડેડ ફ્લેગ ગેટ સ્થાપિત કરવા હિલચાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1